World Blood Donation Day - જાણો રક્તદાન વિશે રોચક વાતો અને રક્તદાનના ફાયદા

શુક્રવાર, 14 જૂન 2024 (11:16 IST)
દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ ઉજવાય છે. ઘણા લોકો સ્વસ્થ થતા પણ રક્ત દાન કરવાથી ડરે છે. કારણ એ તેમના મનમાં તેનાથી સંકળાયેલી ઘણી ગેરસમજો છે. લોહીના અભાવથી ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવ્યો. આ કોઈને સાથે ન થવું જોઈએ, તેથી જ, 14 જૂનને રક્તદાન દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રક્તદાનને પ્રોત્સાહિત કરવા અને તેનાથી સંબંધિત ગેરસમજને દૂર રવો છે. રક્તદાનને મહાદાન પણ કહેવામાં આવે છે. તેથી, આપણે આ દિવસે રક્તદાન કરી લોકોના જીવ બચાવવાના સંકલ્પ  લેવી જોઈએ.

રક્તદાનના ફાયદા
 
- રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ જેટલો ઘટાડો થાય છે.
 
- જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને 48  કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થાય છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.
 
-  નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી 650 કેલરી બર્ન થાય છે..
 
- રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.
 
- રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ચેક થાય છે,  બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે અને આ માહિતી ગુપ્ત રહે છે. 

 
ચાલો અમે તમને રક્તદાન સંબંધિત 13 રસપ્રદ તથ્યો જણાવીશું એટલે કે બ્લ્ડ ડોનેશન-
 
1. રક્તદાન કરતા ડોનરના શરીરથી માત્ર 1 યુનિટ રક્ત લેવામાં આવે છે.
2.  એક ઔસત વ્યક્તિના શરીરમાં 10 યુનિટ (5-6 લિટર) લોહી હોય છે.
3.  કેટલીકવાર માત્ર એક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને 100 યુનિટ રક્તની જરૂર પડી શકે છે.
4.  એકવાર રક્તદાન કરવાથી, તમે 3 લોકોનું જીવન બચાવી શકો છો.
5. ભારતમાં માત્ર 7 ટકા લોકોમાં બ્લડ ગ્રુપ 'ઓ નેગેટિવ' છે.
6. O નેગેટિવ' બ્લડ ગ્રુપ યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે, તે કોઈપણ બ્લ્ડ ગ્રુપના વ્યક્તિને આપી શકાય છે.
7. ઈમરજંસીના સમય જેમ જ્યારે કોઈ નવજાત બાળજ કે બીજાને લોહીની જરૂર હોય છે અને તેનું બ્લડ ગ્રુપ જાણીતું નથી, તો પછી 'ઓ નેગેટિવ' લોહી તેને આપી શકાય છે.
8. બ્લ્ડ ડોનેશનની પ્રક્રિયા એકદમ સરળ છે રક્તદાતાને સામાન્ય રીતે તેમાં કોઈ તકલીફ નથી થતી. 
9. કોઈ વ્યક્તિ 18 થી 60 વર્ષની ઉંમર સુધી રક્તદાન કરી શકે છે.
10. રક્તદાતાનું વજન, પલ્સ રેટ, બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન વગેરે બાબતો સામાન્ય હોય ત્યારે જ ડોકટરો અથવા રક્તદાન ટીમના સભ્યો તમારું લોહી લે છે.
11. જો રક્તદાન કર્યા પછી ક્યારેય તમને ચક્કર આવે છે, પરસેવો આવે છે, વજન ઓછું થાય છે અથવા કોઈ અન્ય પ્રકારની સમસ્યા લાંબા સમય સુધી રહે છે, તો તમારે રક્તદાન કરવું જોઈએ નહીં.
12. પુરુષો 3 મહિના અને મહિલાઓ 4 મહિનાના અંતરાલ પર નિયમિત રક્તદાન કરી શકે છે.
13. દરેક કોઈ રક્તદાન કરી શકતું નથી. તમે સ્વસ્થ હો તો જ રક્તદાન કરી શકો છો, કોઈ પ્રકારનો તાવ કે બીમારી ન આવે. તો જ તમે રક્તદાન કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર