પ્રેમી સાથે પત્નીની અંગતપળોનો વીડિયો બનાવી પતિએ કર્યો વાયરલ, પતિની ધરપકડ

Webdunia
મંગળવાર, 25 જૂન 2019 (00:10 IST)
સુરતમાં એક યવુતી તેના પ્રેમી સાથે અંગતપળો માણી રહી હતી તે દરમિયાન તેના પતિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવતીએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેના પતિની ધરપકડ કરી લીધી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક વેપારીને લગ્નના થોડા સમય બાદ પત્ની સાથે વિવાદ સર્જાયો હતો. જેમાં યુવતીએ તેના પતિ વિરૂધ ફરિયાદ પણ નોંધાવી હતી અને હાલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે. યુવતી અને તેનો પતિ છેલ્લા થોડા વર્ષોથી એકબીજાથી અલગ રહે છે. ત્યારે યુવતી તેના પીયર જવાના બદલે અન્ય સ્થળે ભાડે મકાન રાખીને રહેતી હતી.
 
જો કે, કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાના કારણે યુવતીએ તેના પતિ પર ખાધાખોરાકીના કેસ મુદ્દે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હવોથી ઉશ્કેરાયેલા વેપારીએ તેની પત્નીના ઘરે જઇને તેના બેડરૂમમાં સ્પાય કેમેરો લગાવી દીધો હતો. તે દરમિયાન યુવતીના અન્ય પુરૂષ સાથે આડાસંબંધો હતા, ત્યારે યુવતીનો તેના પ્રેમી સાથેની અંગતપળોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકી દીધો હતો.
 
જો કે, યુવતીને આ વાતની જાણ થતા તેણે પોલીસ મથકે દોડી ગઇ હતી. જ્યાં વેપારીએ તેની પત્નીની માફી માગી સમાધાન કર્યા બાદ વીડિયો ડિલિટ કરી દીધો હતો. જો કે બાદમાં વેપારીએ તેની પત્નીના પ્રેમીની પત્નીને આ વીડિયો મોકલતા ફરી વિવાદ સર્જાયો હતો. જેના કારણે આખરે યુવતીએ પાંડેસરા પોલીસમાં પતિ વિરૂદ્ધ ગુનો નોંધવતા પોલીસ ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article