બુલેટ ટ્રેન મંદ ગતીએઃ સંપાદન માટે હજુ માંડ 39% જ જમીન મળી

સોમવાર, 24 જૂન 2019 (14:07 IST)
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ કદાચ આપણી લોકલ ટ્રેનથી પણ ધીમી ગતિએ દોડી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ફકત 39% જમીન એટલે કે 1380 હેકટર જમીન મળી છે. અને મહારાષ્ટ્રમાં 431 હેકટર જમીનની જરૂર છે તેની સામે 66 હેકટર જ મળી છે. જો કે સૌથી મોટો પ્રશ્ર્ન તો હજું આ પ્રોજેકટનું ટેન્ડર જ ફાઈનલ થયું નથી અને જયાં સુધી આ ટેન્ડર પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી જમીન મળશે નહી કે હસ્તાંતર પણ થશે નહી. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. આ સમગ્ર કાર્યવાહી સંભાળે છે અને જાપાનની એન્જીનીયર્સની ટીમો પણ આવી ગઈ છે. બુલેટ ટ્રેનના કોચ-ટ્રેક તથા અન્ય ઈકવીપમેન્ટ પણ આપવા લાગી છે પણ તે કયાં નાખવા! જમીન જ નકકી નથી. ટર્નલ વર્ક માટેનું ટેન્ડર બહાર પડયું છે જે માટે વિશળ કાપ, ટર્નલ બોરીંગ મશીનરી તથા ન્યુ ઓસ્ટ્રેલિયન ટનેલીંગ મેથોડ ઈકવીપમેન્ટ આવી ગયા છે. જે બાન્દ્રાકુર્લામાં અન્ડરગ્રાઉન્ડ સ્યેશન બનાવીને 21 કીમીથી લાંબી ટર્નલમાં 7 કીમી સમુદ્રમાં હશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર