તલાટી કમ મંત્રીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ જાહેર કરાયું

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (23:19 IST)
Talati exam
બિપરજોય વાવાઝોડા બાદ ગત જૂન મહિનામાં તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફાઈનલ સિલેક્શન લિસ્ટની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. તલાટી કમ મંત્રીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ મંડળની વેબસાઈટ પર જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. 
 
8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
જુનિયર ક્લાર્કની પરીક્ષા સૌથી પહેલા 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજવાની હતી જો કે પેપર લીક થતા તે દિવસે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. પરીક્ષા રદ કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે ગુસ્સે ભરાયા હતા અને સરકાર – તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરમાં 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો 7.28 લાખ ઉમેદવારોએ આ સરકારી નોકરીની પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્ક બાદ મે મહિનામાં તલાટીની પરીક્ષા પણ યોજાઇ હતી. 7 મે, 2023ના રોજ બપોરે 12.30થી 1.30 દરમિયાન તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તે દિવસ ગુજરાતભરના 2697 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડમાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 3437 તલાટીના પદ યોજાઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article