ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી રાજયની શાળાઓ માટે નવા વર્ષનું હંગામી શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત પ્રથમ શૈક્ષણિક સત્ર 113 દિવસ તથા બીજુ સત્ર 117 દિવસનું રહેશે. શિક્ષણ બોર્ડના સુચિત શૈક્ષણિક કેલેન્ડર અંતર્ગત નવુ શૈક્ષણિક વર્ષ 20મી એપ્રિલથી શરૂ થશે. ઉનાળુ વેકેશન 4મેથી 7 જુન સુધી રહેશે. 7 જુનથી 11 નવેમ્બર શૈક્ષણિક સત્ર રહેશે. 1 થી 10 ઓકટોબર દરમ્યાન શાળાઓમાં પરીક્ષા લેવાશે. ગુજરાત સરકારે રાજયની શાળાઓમાં કેન્દ્રીય બોર્ડના ધોરણે શૈક્ષણિક પરીક્ષાઓ રાખવાનો નિર્ણય લીધો છે. ધો.3 થી 12 સુધી શિક્ષણ બોર્ડ દ્વારા જ પરીક્ષા લેવામાં આવનાર છે. રાજય સરકારે થોડા દિવસો પૂર્વે જ આ શૈક્ષણિક બદલાવની જાહેરાત કરી હતી. સૂચિત કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 12 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધીનુ રહેશે. જ્યારે બીજુ શૈક્ષણિક સત્ર 3 જી ડીસેમ્બરથી શરૂ થશે. શૈક્ષણિક કેલેન્ડમાં શાળાઓએ 14 મી માર્ચ 2021 સુધીમાં અભ્યાસક્રમ-કોર્ષ પૂર્ણ કરવાનું ફરજીયાત છે અને 15મી માર્ચથી પરીક્ષા શરૂ થશે. 31 માર્ચ સુધીમાં ઉત્તરવહીઓનું મુલ્યાંકન થશે. 2021-22 નું શૈક્ષણિક વર્ષ 1લી એપ્રિલ 2021 થી શરૂ થશે.