NSUIનો ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં સપાટો, ABVPના સૂપડાં સાફ

સોમવાર, 9 માર્ચ 2020 (16:17 IST)
ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની આઠ બેઠકોની ચૂંટણીમાં ABVP કારમી હાર થઈ છે. આઠ બેઠકો માંથી 6 બેઠકો NSUIએ ભવ્ય વિજય મેળવ્યો છે જ્યારે ABVP માત્ર બે જ બેઠકો પર જીત મેળવી શકી છે. ચૂંટણીમાં કારમો પરાજય થતા ભાજપ-ABVPના નેતાઓએ કોંગ્રેસ-NSUI પર ગુંડાગર્દી કરી જીત મેળવી હોવાનો આક્ષેપ કર્યો છે. ABVP હાર થતા ABVPના કાર્યકરોમાં છન્નાટો છવાઈ ગયો હતો. ABVP પરંપરાગત ગણાતી અનેક બેઠકો NSUI કબજે કરી છે. વિધાર્થી સેનેટની ચૂંટણીના પરિણામો બાદ ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે બચાવ કરતાકૉંગ્રેસપર આક્ષેપ કર્યા હતા. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે NSUI મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો NSUI કોલેજો પર દબાણ કરીને મત મેળવ્યા હતા. મતદાર યાદી તૈયાર કરવામાં પણ કોલેજો પર દબાણ કરાયું હતું. NSUIની જીત થતા NSUIએ ભવ્ય ઉજવણી કરી હતી dઅને ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢ્યું હતું. ભાજપના સિન્ડિકેટ સભ્ય પંકજ શુકલાએ પણ કૉંગ્રેસપર ધાક ધમકી આપીને જીત મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ABVPની હાર થતા કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ABVP માત્ર કાગળ પરનું સંગઠન છે. 
વિદ્યાર્થી સેનેટની આઠ ફેકલ્ટીના પરિણામ પર નજર
PGઆર્ટ્સમાં NSUIના રોનકસિંહ સોલંકીનો વિજય
લો ફેકલ્ટીમાં NSUIના કુંવર હર્ષાદિત્યસિંહ પરમારનો વિજય
પીજી કોમર્સમાં NSUIના રાહુલ થડોદનો વિજય
બીએડ ફેકલ્ટીમાં NSUIના શુભમ તિવારીનો વિજય
યુજી સાયન્સમાં NSUIના દક્ષ પટેલનો વિજય
યુજી આર્ટ્સમાં NSUIના રાજદીપસિંહ પરમારનો વિજય
યુજી કોમર્સમાં ABVPના ઝવેર દેસાઈનો વિજય
પીજી સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો વિજય
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર