સાપને મારીને સળગાવી ટિકટોક વિડીયો બનાવનાર ચાર યુવાનો ઝડપાયા

સોમવાર, 9 માર્ચ 2020 (13:06 IST)
હાલના મોબાઈલ યુગમાં યુવાઓમાં ટીકટોક વિડીયો બનાવવાનું વળગણ આફત નોતરી રહ્યા છે. ત્યારે બાલાસિનોરના બોરી ડુંગરીમાં યુવાનોએ વાહવાહી મેળવવા ધામણ સાપને મારીને સળગાવી ટીકટોક વિડીયો બનાવી વાયરલ કરતા ચાર શખ્સોની વનવિભાગે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. બાલાસિનોર તાલુકામાં પ્રતિબંધિત વન્ય પ્રાણી ધામણ (સાપ)ને મારી ટીકટોક વિડીયો બનાવી અપલોડ કરવાનું ચાર યુવાનોને ભારે પડયું છે. બાલાસિનોર તાલુકાના ગધાવાડાના પેટા પરા બોરી ડુંગરીમાં ગત તારીખ પ ના રોજ વન્ય પ્રાણી ધામણ (સાપ)ને મારી નાખી ટીકટોક વિડીયો બનાવી અપલોડ કરી વન્ય પ્રાણીને મારી નાખી સળગાવી અવશેષો નાશ કરી દીધાની બાતમી મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બાલાસિનોર ના દ્વારા જિલ્લા વન સંરક્ષણ અધિકારીની સૂચના અનુસાર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વાઘેલા જગદીશભાઈ મંગળભાઈ ઉંમર વર્ષ ર૪, વાઘેલા પ્રવીણભાઈ છગનભાઈ વર્ષ ૨૭, વાઘેલા ભારતસિંહ કોયાભાઈ ઉંમર વર્ષ ૩૨ અને વાઘેલા વિક્રમભાઈ બુધાભાઈ ઉંમર વર્ષ ૨૪, ધંધો ખેતી તમામ રહેવાસી વાઘેલા ફળિયા, બોરીડુંગરીનાઓની વન સંક્ષરણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ગુનો નોંધી અટક કરી બાલાસિનોર કોર્ટમાં રજુ કર્યાનું જાણવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર