Ahmedabad Fire - અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે ભોંયરામાં પાર્ક કરેલા 30 થી વધુ વાહનોમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. 80 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં આજે વહેલી સવારે 4.00 વાગ્યે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂરથી ધુમાડો દેખાતો હતો. ભોંયરામાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચ્યો હતો.
<
#WATCH | Gujarat | Fire breaks out at a hospital in Ahmedabad's Sahibaug area. Around 20-25 fire tenders on the spot. pic.twitter.com/qCoFvUKZyt
— ANI (@ANI) July 30, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા અંદર ગયા હતા પરંતુ આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાં ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એડજોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.