અમદાવાદમાં સૌથી મોટા વ્યાજખોર ધર્મેશ પટેલની 3.27 કરોડની છેતરપિંડીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

ગુરુવાર, 27 જુલાઈ 2023 (20:20 IST)
Dharmesh Patel arrested
આરોપી ધર્મેશ પટેલે દસક્રોઈમાં 3.47 લાખમાં જમીનનો સોદો કરીને 20 લાખ ચૂકવ્યા અને બાકીના 3.27 લાખ નહોતા આપ્યા
ફરિયાદીએ કોર્ટમાં દાવો માંડતાં આરોપીએ નકલી સહીથી બનાવેલો કરાર કોર્ટમાં રજૂ કર્યો હતો
 
Ahmedabad News  ગુજરાતમાં સૌથી મોટા વ્યાજખોર તરીકે જાણિતા થયેલા અમદાવાદના ધર્મેશ પટેલની ક્રાઈમ બ્રાંચે ત્રણ કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી લીધી છે. પોતાને 750 કરોડનો આસામી ગણાવતા ધર્મેશ પટેલે 3.27 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધવામાં આવી છે. 
 
ભરોસો જીતીને જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધર્મેશ પટેલ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ વ્યાજખોરીનો ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચ પાસે આવી હતી. એ દરમિયાન ક્રાઈમ બ્રાંચે લોકોને અનુરોધ કર્યો હતો કે ધર્મેશ પટેલ જેવા વ્યાજખોર સામે કોઈને ફરિયાદ હોય તો ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી શકે છે. ત્યાર બાદ કમળાબેન ભાટી તથા તેમના પતિ સુભાષભાઈ ભાટીએ તેમની દસક્રોઈ ખાતે આવેલી ખેતીની જમીન ધર્મેશ પટેલને 3.47 કરોડમાં આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ધર્મેશે આ જમીનના સોદા પેટે 20 લાખ રૂપિયા આપીને ફરિયાદીનો ભરોસો જીતીને જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. 
 
બનાવટી સહી કરીને બનાવેલ કરાર કોર્ટમાં રજૂ કર્યો
ત્યાર બાદ તેણે બાકીના 3.27 કરોડ ચૂકવ્યા નહોતા અને જમીન પચાવી પાડી હતી. ફરિયાદીએ આ જમીનનો દસ્તાવેજ રદ કરવા માટે દિવાની કોર્ટમાં પણ દાવો કર્યો હતો. આ દીવાની દાવા સામે ધર્મેશ પટેલે ફરિયાદીની બનાવટી સહી કરીને બનાવેલ કરાર કોર્ટમાં રજૂ કર્યાની હકિકત સામે આવતાં ધર્મેશ પટેલ અને રાજેશ પટેલ સામે ફરિયાદ નોંધીને સમગ્રે કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગુના સંદર્ભે આરોપી ધર્મેશ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે પકડીને તેની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર