ઘટના બાદ બરૌની સ્ટેશન પર લાંબા સમય સુધી અરાજકતાનો માહોલ રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના બાદ રેલવે કર્મચારીનો મૃતદેહ લગભગ બે કલાક સુધી એન્જિન અને બોગીની વચ્ચે ફસાયેલો રહ્યો. ઘણી મુશ્કેલી પછી આ વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન નંબર 15204 લખનૌ-બરૌની એક્સપ્રેસ બરૌની જંક્શન પહોંચી હતી.
રેલ્વે કર્મચારી સૌરભ કુમાર, જે ટ્રેનના કપલિંગ અને એન્જિનનું કામ કરી રહ્યો હતો, તે બોગી અને એન્જિન વચ્ચે ફસાઈ ગયો. કેટલાક અહેવાલો અનુસાર, ઘટના બાદ લોકો પાયલોટ ટ્રેન છોડીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ સૌરભ કુમારના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.