શહેરમાં હાઈ કોર્ટના આદેશ પછી પોલીસ અને મ્યુનિ.ની સઘન ઝુંબેશ છતાં રોડ પર પાર્કિંગની સ્થિતિ પહેલાં હતી તેવી જ થઈ ગઈ છે. રોડ પર ગેરકાયદે પાર્કિંગ બદલ શહેરીજનો સામે ૨૦૧૯માં અત્યાર સુધી ૧.૪૬ લાખ કેસ થયા છે અને ૧.૪૭ કરોડ દંડ પણ ચૂકવ્યો છે. રોડ પર આડેધડ પાર્કિંગની વકરતી જતી સમસ્યાને કારણે શહેરના બધા જ વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે અને લોકોના સમયનો પણ વ્યય થાય છે. હાલમાં ટ્રાફિક પોલીસ ગેરકાયદે પાર્કિંગ પેટે રૂ.૧૦૦થી ૩૦૦ પેનલ્ટી વસૂલ કરે છે. શહેરમાં રોડ ઠેર ઠેર આડેધડ પાર્કિંગની સમસ્યા દંડ વસૂલવા છતાં ઉકેલાતી નથી. હવે પોલીસ આ રીતે પાર્ક થતાં વાહનોને ઈ-ચલણ આપવા વિચારી રહી છે. અત્યાર સુધી માત્ર ઈ-મેમો ટ્રાફિકના નિયમોનો ભંગ અર્થાત્ સિગલ ભંગ અથવા સ્ટોપ લાઇનના કિસ્સામાં જ અપાય છે પરંતુ હવે પાર્કિંગ માટે પણ ઈ-મેમો ઈશ્યૂ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે. જો કે, આ પદ્ધતિનો અમલ કેવી રીતે કરાશે તે પણ એક સવાલ છે. શહેરમાં વકરતી જતી જટીલ ટ્રાફિક સમસ્યાને લઈને શહેર ટ્રાફિક દ્વારા અનેક વખત ખાનગી હોસ્પિટલો, મોટા કોમ્પ્લેક્ષ અને મોલના માલિકો સાથે બેઠકો કરવા છતાં જોઈએ તેવો સહકાર ન મળતાં જાહેર રસ્તાઓ પર અડચણરૂપ લોકો પાર્કિં કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હોઈ હવે શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનો કટક દંડ ભરવો પડશે. આમ પોલીસ દ્વારા અનેક પગલા ભરવા છતાં શહેરની ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ થવાને બદલે દિનપ્રતિદિન વિકટ બનતો જાય છે.