રીપબ્લિક ઓફ ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રાન્તના ગવર્નરે લીધી મુખ્યમંત્રીની મુલાકાત

સોમવાર, 29 જુલાઈ 2019 (11:45 IST)
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત રીપબ્લિક ઓફ ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રોવિન્સના ગવર્નર ડૉ. એચ. રોહિડીંગ મેરીયાશ અને પ્રતિનિધિ મંડળે લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ ભારતના એક સપ્તાહના પ્રવાસે આવેલ છે અને તે દરમિયાન ગુજરાત સહિત કલકત્તા, મુંબઇ અને દિલ્હીના વિવિધ સ્થળો અને ઉદ્યોગોની મુલાકાત લઇ વિશિષ્ટ જાણકારી મેળવવાનું છે. 

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન રીપબ્લીક ઓફ ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રાન્તના ગવર્નરશ્રીએ મત્સ્યઉદ્યોગ, એકવાકલ્ચર અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનના વિકાસની સંભાવનાઓ અંગે પરસ્પર સહયોગ માટે પરામર્શ કર્યો હતો.મુખ્યમંત્રીએ ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ અને મેરીટાઇમ સેકટર તેમજ પ્રવાસન વૈવિધ્યની વિગતો આપતાં ઇન્ડોનેશીયા સાથે ભારત, ગુજરાતની આ ક્ષેત્રે સહભાગીતા ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. 

આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં યોજાશે તેમાં ઇન્ડોનેશીયાના પ્રતિનિધિ મંડળને આવવાનું નિમંત્રણ પણ તેમણે પાઠવ્યું હતું. આ સૌજન્ય મુલાકાત દરમિયાન ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રોવિન્સના ફેમીલી વેલ્ફેર મુવમેન્ટના હેડ ડેટ્રા વાહ્યુલીન, બેન્ગુકુલુ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડના હેડ તેમજ ઇન્ડોનેશીયાના આ પ્રાન્તના વિવિધ ઉદ્યોગકારો-પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર