Surat News - સુરતમાં ઓલપાડના અરબી સમુદ્રના કાંઠે 20 ફૂટ મોટું વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું, લોકોએ રેસ્ક્યૂ કર્યું

Webdunia
સોમવાર, 28 ઑગસ્ટ 2023 (13:56 IST)
A 20-foot baby whale on the beach

સામાન્ય રીતે ભાગ્યે જ દરિયામાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ હોવાનું જોવા મળ્યું છે. રવિવારની બપોરબાદ મોર ગામે દરિયામાં આવેલ ભરતીમાં તણાઇ આવેલું વ્હેલ માછલીનું 20 ફૂટ મોટું બચ્ચું કિનારા પર કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હતું. ત્યારે માછલીના બચ્ચાને બચાવી લેવા સ્થાનિક યુવાનોની મહેનત સાથે તંત્ર પણ કામે લાગ્યું હતું. ત્યારે કિનારા પર વહેલ માછલીના બચ્ચાને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.
A 20-foot baby whale on the beach

ઓલપાડ તાલુકાના કાંઠે આવેલ અરબી સમુદ્રમાં વહેલ માછલી હોવાનું અહિં કિનારાના ગામોમાં રહેતા લોકો દ્વારા અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું હતું. પણ કોઈ દિવસ વ્હેલ માછલી હોવાના પુરાવા ન મળતા વાતો માત્ર અફવા હોવાનું કહેવાતું, પણ જ્યારે રવિવારે મોર ગામે અરબી સમુદ્રના કિનારા પર વ્હેલ માછલીનું મહાકાય બચ્ચું તણાઇ આવતા હવે તે વાત સાચી સાબિત થઈ છે. ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.

ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોચેલું બચ્ચું ભરતીના પાણી ઓસરતા સાથે દરિયામાં પરત થવાને બદલે સામાન્ય રીતે ભાગ્યે જ દરિયાના ભાભરા અને ઓછા પાણીમાં જોવા મળતી વહેલ માછલીનું બચ્ચું કાદવમાં ફસાઈ જતાં દરિયા કિનારે રહી ગયું હતું. ત્યારે મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતાં યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાદવમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વ્હેલ માછલીના બચ્ચાને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.

સંબંધિત સમાચાર

Next Article