ચંદ્રયાન-3એ શોધી કાઢી ચોંકાવનારી માહિતી

રવિવાર, 27 ઑગસ્ટ 2023 (17:42 IST)
Vikram Lander- વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે.
 
 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ X પર આ અપડેટ શેર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રની સપાટીનું તાપમાન જાણવા માટે લેન્ડર વિક્રમ પર લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડથી પ્રથમ અવલોકન (નિરીક્ષણ) કરવામાં આવ્યું . 


 
તેની મદદથી, ચંદ્રની સપાટીના તાપમાન વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકાય છે. ChaSTE પાસે તાપમાનની તપાસ છે જે નિયંત્રિત એન્ટ્રી સિસ્ટમની મદદથી સપાટીમાં 10 સે.મી.ની ઊંડાઈ સુધી પહોંચી શકે છે. ઈસરોએ માટીના તાપમાનનો ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર