દારૂબંધી છતા સૂરતની હોટલમાં જામી હતી મહેફિલ, 40 હાઈપ્રોફાઈલ મહિલાઓ પકડાઈ

Webdunia
શનિવાર, 22 ડિસેમ્બર 2018 (13:22 IST)
. ગુજરાતના સૂરતમાં દારૂબંધીના નિયમોની ધજ્જિયા ઉડાવી દીધી છે. જ્યારબાદ પોલીસે 40 હાઈપ્રોફાઈલ મહિલાઓ રંગેહાથ મહેફિલમાં જામ ટકરાવતા પકડાય ગઈ. તેમા અનેક વિદેશી મહિલાઓ પણ સામેલ છે.  પોલીસે જ્યારે પીપલોદની ઓઈસ્ટર હોટલમાં છાપો માર્યો ત્યારે ત્યા હાજર લગભગ 40 મહિલાઓ દારૂ પી રહી હતી અપ્ણ પોલીસ આવવાની માહિતી મળતા જ 19 મહિલાઓ ભાગવામાં સફળ રહી. પોલીસે મહેફિલમાંથી બીયર અને વોડકાની કુલ 12 બોટલો જપ્ત કરી છે. 
 
મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે અહી લગ્ન પહેલા બેચલર પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમરા પોલીસે હોટેલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ છે, જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઝડપાયેલી તમામ મહિલાઓ હાઈપ્રોફાઈલ હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article