ગુજરાતના 173 તાલુકામાં વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ

Webdunia
સોમવાર, 6 જુલાઈ 2020 (09:42 IST)
અમદાવાદ શહેરમાં આજે સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેને લઇને વહેલી સવારથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં પશ્ચિમના સેટેલાઇટ, બોડકદેવ, શિવરંજની, શ્યામલ, એસ. જી. હાઇવે, સોલા, મેમનગર, ઘાટલોડિયા, બોપલ, આંબલી, ચાંદખેડા, ચાંદલોડિયા, જીવરાજ પાર્ક, સાયન્સ સીટી, વસ્ત્રાપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.
 
 આ ઉપરાંત અમદાવાદના છેડે સાણંદ સહિતના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે. આ સિવાય ચાંગોદર, નવાપુરા, સનાથલ, ગીબપુરા, ગોરજ, સોયલા, પીંપણ, ઈયાવા ગામમાં વરસાદ શરૂ થયો છે. ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકો અને ખેડૂતો વરસાદ થતાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.
 
ગુજરાતમાં 16 કલાકમાં 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 16 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં રાણાવાવમાં 7.5 ઈંચ, પોરબંદરમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં 6.5 ઈંચ, કુતિયાણામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.5 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, ચીખલી, પારડી, મેંદરડામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. આજે 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને 37 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 5 તાલુકાઓમાં 10થી 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.
 
ખંભાળીયા - 19.1 ઈંચ
કલ્યાણપુર - 13.9 ઈંચ
દ્વારકા - 10.7 ઈંચ
રાણાવાવ - 10.6 ઈંચ
પોરબંદર - 10.5 ઈંચ
કુતિયાણા - 8.2 ઈંચ
વિસાવદર - 7.9 ઈંચ
મેંદરડા - 7.6 ઈંચ
કેશોદ - 7.0 ઈંચ
સૂત્રાપાડા - 7.0 ઈંચ
ભાણવડ - 7 ઈંચ
ટંકારા - 6.28 ઈંચ
માણાવદર - 6.24 ઈંચ
વંથલી - 5 ઈંચ
ભેસાણ - 5 ઈંચ
જામજોધપુર - 4.6 ઈંચ
પારડી - 4.6 ઈંચ
જૂનાગઢ - 4.5 ઈંચ
જૂનાગઢ સીટી - 4.5 ઈંચ
ચિખલી - 4.3 ઈંચ
તાલાલા - 4.6 ઈંચ
વાપી - 4.2 ઈંચ
જલાલપોર - 4 ઈંચ

સંબંધિત સમાચાર

Next Article