Fire in Surat - સુરતમાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 બાળકોને રેસ્ક્યુ કરાયા c

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (20:30 IST)
સુરતના ડભોલીમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. સુરતમાં બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગતાં 20 વિદ્યાર્થિનીઓ ફસાઈ હતી. તે તમામને ફાયરની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા.  ત્રીજા માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ગાડીઓએ બહાર કાઢ્યાં હતાં. જો કે આગના ધુમાડાથી લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.આગ ઓનલાઈન વેચાતી પ્લાસ્ટિકની વસ્તુઓમાં લાગતાં વધારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો.

 
બેઝમેન્ટમાં આગ લાગી હતી
 
ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો.જેથી ઉપર વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતાં. જેઓને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.
 
તમામ બાળકોને રેસ્ક્યૂ કર્યા
 
આગની દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલીસ કાફલા સહિત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો પહોંચી ગયાં હતાં. જેમણે રેસ્ક્યૂ કામગીરી કર્યા બાદ બાળકોની હિંમત વધારી હતી.
 
બૂમાબૂમ કરી હતી 
 
રેસ્ક્યૂ કરાયેલી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે પરિક્ષાની તૈયારી માટે વાંચન કરી રહ્યા હતાં. એ દરમિયાન ધુમાડો આવ્યો હતો. જેથી અમે રાડા રાડ કરી હતી. સાથે જ ફોન કરી દીધા હતાં. તાત્કાલિક ફાયરબ્રિગેડ આવી જતાં અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.
 
દિવાલ તોડીને ધુમાડો બહાર કઢાયો
બેઝમેન્ટમાં ધુમાડો વધુ માત્રામાં હોવાથી ધુમાડાને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડ દ્વારા દિવાલમાં બાકોરૂં પાડવામાં આવ્યું હતું. કોમ્પલેક્સની બાજુમાં બાકોરૂં પાડીને મશીન મૂકી ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article