સુરતના તળાવમાં 3 બાળક ડૂબ્યાં 10 કલાકથી બાળકોની કોઈ ભાળ મળી નથી,સચિનમાં તળાવ પાસેથી કપડાં મળ્યાં

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (12:02 IST)
સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હોવાનું જાણવા મળ્યું છે.

તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો 12, 13 અને 14 વર્ષનાં હોવાનું હાલ સામે આવ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. ઘટનાને 10 કલાક વીતી ગયા બાદ પણ બાળકોની કોઈ ભાળ મળી નથી. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી.

ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે. તળાવના પાણીમાં ડૂબકી મારી બાળકોને શોધી રહ્યા છે. બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું કહેવાઈ રહ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર