હવે પ્રવાસીઓને અમદાવાદમાં મળશે એસી લાઉન્જની સેવા, મફત વાઇ-ફાઇથી માંડીને બીજું ઘણુ બધુ

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (09:48 IST)
ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતુ ઈન્ટરસીટી મોબિલીટી સ્ટાર્ટઅપ ઝીંગબસ દ્વારા અમદાવાદમાં પ્રવાસીઓ માટે ઈન્ટરસીટી બસ ટ્રાવેલનો અનુભવ વધુ આરામદાયક બનાવવા માટે એસી લાઉન્જ શરૂ કરવામાં આવી છે. આ પ્રિમિયમ લાઉન્જનો ઉદ્દેશ લોકોને સ્વચ્છ અને આરામદાયક જગ્યા પૂરી પાડવાનો છે કે જ્યાં તેઓ બસ માટે રાહ જોતા હોય ત્યારે આરામ કરી શકે.
અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઝીંગબસ લાઉન્જ 1100 ચો.ફૂટથી વધુ વિસ્તારમાં પથરાયેલી છે અને 50થી વધુ પ્રવાસી બેસી શકે તેવી સુવિધા છે અને તે તમામ પ્રવાસી માટે ખુલ્લી છે. તે પાલડી ખાતેના મહત્વના બસ સ્ટેશનની નજીક આવેલી છે અને તે મુંબઈ, જામનગર,જયપુર અને દિલ્હી જેવાં મોટાં શહેરોને જોડતુ હોટસ્પોટ તરીકે કામ કરે છે.
 
અમદાવાદમાં આ નવી શરૂ કરવામાં આવેલી ઝીંગબસ લાઉન્જમાં પેસેન્જરનો બસ પ્રવાસ વધુ આરામદાક અને સુગમ બની રહે તે માટે સ્વચ્છ વૉશરૂમ, મોબાઈલ ચાર્જર પોઈન્ટસ, ફૂડકોર્ટ, કલોકરૂમ, એસી, ફ્રી વાઈફાઈ, અને આરઓ વૉટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. દર કલાકે જામનગર અને રાજકોટ સાથે જોડતી બસ આવતી હોવાથી  અમદાવાદ રૂટ ખૂબ જ મહત્વનો બની રહે છે.
 
પ્રારંભ પ્રસંગે પ્રતિભાવ આપતાં ઝીંગબસના ડિરેકટર અને સહ સ્થાપક મૃત્યુંજય બેનીવાલે જણાવ્યુ હતું કે " અમે પેસેન્જરોની સુવિધામાં વધારો કરે તેવુ કદમ ઉઠાવીને  તેમનો બસ પ્રવાસ વધુ આરામદાયક બની રહે  તેવુ એક નમ્ર પગલું ભરી રહ્યા છીએ. ઘણી વાર પ્રવાસીઓએ  બસના ટાઈમીંગને કારણે વધુ પ્રતિક્ષા કરવી પડે છે. આથી ઝીંગબસ લાઉન્જ લાંબા અંતરની મુસાફરી કરનારને આરામ માટે  ખુબ જ સાનુકૂળ નિવડશે."
 
શરૂઆત થઈ ત્યારથી જ ઝીંગબસ 10 લાખથી વધુ પ્રવાસીઓને સગવડ પૂરી પાડી ચૂકયુ છે. આ સ્ટાર્ટ-અપ  દેશભરમાં સલામત, આરામદાયક અને ભરોસાપાત્ર પ્રવાસ માટે સગવડ પૂરી પાડી રહ્યુ છે. ઝીંગબસે તાજેતરમાં મનાલીમાં સૌથી મોટી લાઉન્જ શરૂ કરી છે અને વર્ષ 2022ના અંત સુધીમાં બીજા 30 લાઉન્જ શરૂ કરવાની યોજના છે.
 
ઝીંગબસ અંગે:
વર્ષ 2019માં પ્રશાંત કુમાર, મૃત્યુંજય બેનીવાલ અને રવિકુમાર વર્માએ સ્થાપેલી ઝીંગબસનો ઉદ્દેશ'ભારત જે રીતે પ્રવાસ કરે છે તેમાં પરિવર્તન લાવવાનો'  છે.  કંપની તમામ ડિજિટલ પ્લેટફોર્મ અને સોશ્યલ મિડીયામાં સૌથી જ ઉંચુ રેટીંગ ધરાવતી બસ સર્વિસ પ્રોવાઈડર છે. ઝીંગબસનો 200થી વધુ બસનો કાફલો  પોસાય તેવા દરે એન્ડ-ટુ-એન્ડ સ્ટાન્ડર્ડાઈઝ ઈન્ટરસીટી ટ્રાવેલનો અનુભવ પૂરો પાડે છે.  ઈન્ટરસીટી બસ ટ્રાવેલની આ ઉભરતી બ્રાન્ડ  માને છે કે પોસાય તેવો  અને ગૌરવદાયક પ્રવાસ એ માનવીના અસ્તીત્વ અને વિકાસ માટેનો મૂળભૂત અધિકાર છે.  કંપની દરેકને સલામત, ભરોસાપાત્ર  અને પોસાય તેવા દરે પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનું ધ્યેય ધરાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર