Raksha Bandhan Indian Sweets - રક્ષા બંધન રેસિપી

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2024 (18:14 IST)
rakhi sweet
બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી.  અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી છે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો. 
 
રક્ષા બંધન રેસિપી
 
બેસનના લાડુ -  ચણાના લોટને ઘીમાં સારી રીતે સેકવામાં આવે છે અને તેમાં દૂધ છાંટવામાં આવે છે, જેના કારણે લાડુમાં રવો પડે છે અને લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે.  આ મિશ્રણમાંથી લાડુ બનાવવામાં આવે છે.
rakhi sweet
ચોકલેટ બરફી - આ સરળ અને ફટાફટ બનનારી ચોકલેટ બરફીથી તમારા ભાઈઓનું મોં મીઠુ બનાવો. કોકો પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરીને બનાવેલી આ ડેઝર્ટ ખૂબ જ ઝડપથી બને છે અને દરેકને પસંદ પડે છે.
 
મિલ્ક પાવડર બરફી -   10 મિનિટમાં બનનારી આ બરફી ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે તેને કોઈપણ ફ્લેવરમાં લઈ શકો છો. દૂધનો પાઉડર, ઘી અને ખાંડ એકસાથે રાંધીને તેને બરફીની જેમ જમાવવામાં આવે છે. 
 
ચુરમા લાડુ - આ પ્રખ્યાત રાજસ્થાની મીઠાઈ બહુ ઓછી સામગ્રી સાથે બનાવી શકાય છે. ઘી, લોટ, ખાંડ દરેક ઘરમાં હંમેશા હોય છે. ચુરમા આ વસ્તુઓમાંથી જ બને છે. તેનો સ્વાદ અન્ય મીઠાઈઓ કરતા ઘણો અલગ છે.
 
મલાઈ લાડુ -  મોઢામાં ઓગળી જાય એવા લાડુ બધાને ભાવે છે. દરેકને આ લાડુ ખૂબ જ પસંદ હોય છે. સૌથી સારી વાત એ છે કે મલાઈના લાડુ માત્ર 2 વસ્તુ  સાથે અને માત્ર 15 મિનિટમાં બનાવી શકાય છે
rakhi sweet
છેના મુરકી -  બંગાળની આ મીઠાઈ હવે ભૂલાય રહી છે.  માવાને ખાંડની ચાસણીમાં રાંધવામાં આવે છે અને તેના પર ખાંડની ચાસણી ચઢાવાય છે. ખૂબ ઓછી સામગ્રીમાંથી બનનારી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે  
 
ચોકલેટ કોટેડ કુકીજ - ચોકલેટ અને કુકીજ કયા બાળકને પસંદ નથી હોતી ? બંને મિક્સ કરી એક વસ્તુ બનાવવામાં આવે તો તે જરૂર બાળકોને ભાવશે. આ ખૂબ જ સહેલી મીઠાઈ છે જે નાની બહેનો ભાઈ માટે બનાવી શકે છે. 
 
રોઝ નારિયળ લાડુ - કંડેસ્ડ મિલ્કથી બનાવવામાં આવતી આ મીઠાઈ ખૂબ સહેલી છે. આ ખૂબ જ ફટાફટ બની જાય છે. બાળકોને પણ ખૂબ ભાવે છે. 

સંબંધિત સમાચાર

Next Article