ગુજરાતી રેસીપી- મટન શોરબા

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (13:57 IST)
નૉન-વેજ પસંદ કરવાવાળા માટે આ ખાસ રેસીપી ટ્રાઈ કરો મટન શોરબા 
એક કિલો મટન - સાફ અને કાપેલું 
2 મોટા ચમચી દહીં 
4-5 ડુંગળી સમારેલા 
2 ચમચી લીલા મરચા સમારેલા 
2 ચમચી આદું -લસનની પેસ્ટ 
અડધી ચમચી હળદર 
2 ચમચી ધાણા પાવડર 
અડ્ધી ચમચી જીરું 
2 તમાલપત્ર 
2 કૂટેલી તજ 
4-5 લીલી ઈલાયચી 
2 ચમચી સોયા રિફાઈંડ તેલ 
સજાવટ માટે 
સમારેલું કોથમીર મટન શોરબા ગાર્નિશીંગ માટે 
 
વિધિ 
- એક કડાહીમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, ઈલાયચી અને તજ નાખી શેકવું પછી લીલા મરચા, સમારેલા ડુંગળી અને લસણ-આદુંનો પેસ્ત નાખી ફ્રાઈ કરવું. 
- જ્યારે ડુંગળે ગુલાબી થવા લાગે તો તેમાં ધણા પાવડર, લાલ મરચા પાવડર, હળદર, મીઠું અને મટન નાખી મિક્સ કરો. મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી ઢાંકીને સારી રીતે શેકવું. 
- હવે શેકેલા મટનમાં ટમેટના પ્યૂઈ અને દહીં નાખી મિક્સ કરો અને 2 મિનિટ ફ્રાઈ કરવું. 
- પછી મટનમાં જરૂર મુજબ પાણી નાખી શોરબાને મધ્યમ તાપ પર થવા દો. શોરબા પર જયારે તેલ જોવાય તો ગૈસ બંદ કરી દો. ગરમાગરમ મટન શોરબ તૈયાર છે.  
 
 

સંબંધિત સમાચાર

Next Article