Eid Special Recipe - શીર-ખુરમા

બુધવાર, 21 જુલાઈ 2021 (13:34 IST)
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે દૂધ ખુરમા મતલબ કોરમા મતલબ સૂકા મેવાનુ મિશ્રણ. તેમા કોપરું, કિશમિશ, દરાખ, કાજૂ વગેરેનો સમાવેશ છે. તેને મીઠા દૂધમાં પલાળેલી સેવઈઓ પર સજાવાય છે. આવો જાણીએ શીર ખુરમા બનાવવાની વિધી. 
સામગ્રી - એક પેકેટ ઝીણી સેવઈ
4 લીટર દૂધ 
1 કપ ખાંડ 
20 આખી ઈલાયચી 
1/2 ટી સ્પૂન ઈલાય પાવડર 
1 કપ બદામ કાજૂ અને પિસ્તા 
1/2કપ ફ્રેશ મલાઈ 
1/2 ટી સ્પૂન કેસર 
1/2 કપ કિશમિશ 
1/2 ટી સ્પ સ્પૂન ગુલાબ જળ 
1 ચમચી બટર 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેવઈને એક પેનમાં ઘી કે બટર નાખીને સોનેરી થતા સુધી ફ્રાય કરો. જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે તેમા 1/4 કપ ખાંડ નાખીને ફ્રાય કરો. હવે તેમા કપની મદદથી ધીરે ધીરે દૂધ નાખો અને ઘટ્ટ થતા સુધી પકવો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા કાજૂ બદામ અને પિસ્તા નાખો. હવે દૂધને અડધુ થતા સુધી પકવો અને બચેલી બધી સામગ્રી અને ખાંડ નાખી દો.  હવે સેવઈ પણ બફાઈ ગઈ હશે. તેથી હવે તેમા ગુલાબ જળ પણ નાખી દો.  પછી મલાઈ નાખીને 10 મિનિટ થવા દો. હવે જ્યારે સેવઈયા પૂરી બફાય જાય ત્યારે તેની ઉપર કેસર અને ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર