ઝૂલતો બ્રિજ તૂટતા 133 લોકોના મૃત્યુ થયા હતાં. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટના આદેશ મુજબ કોર્ટ કમિશનરે મોરબી જિલ્લામાં પીડિતોની મુલાકાત લઈને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુક્યો હતો
જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. પાલિકામાં વિકાસ કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક મારામારી શરૂ કરી દીધી હતી.
ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂડમાં દેખાયા છે. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે અમરેલીના રાજસ્થળી ગામમાં દાદી કુલસનબેન પોતાના પૌત્રને લઈ અલગ ઓરડીમાં રાખેલ ખાટલામાં આરામ કરવા ગયા હતા. ત્યારે સાંજના આશરે સાડા ચાર પાંચ વાગ્યાના સુમારે બાળક જોર જોરથી રડવા લાગ્યો હતો.
પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે. જેમાં ઘટના સ્થળ પર પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન યુવાનનું મોત થઈ ગયું છે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અરવલ્લીની ગીરીમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાં એક છે. તંત્ર-ચુડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસનો લેટર બતાવી બધાને ઘૂમરાવે ચઢાવી દીધા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન ...
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Semiconductor Unit in Gujarat Sanand:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માંગે છે. ભારત સરકારે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત મોદી કેબિનેટે વધુ એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.
રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો ...
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, ત્યારબાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા હતા. આ હેલિકોપ્ટરને ટેન્કરમાંથી ઘાયલ સભ્યને બચાવવા માટે અહીં તૈનાત કરવામાં આવ્યું હતું, પરંતુ તે ...
રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદનુ પૂર્વાનુમાન રજુ કરી ગુજરાતમાં અતિ ભારે થી મધ્યમ વરસાદની આશંકા બતાવી છે. આ ઉપરાંત આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને મઘ્યપ્રદેશના ...