રાજ્યસભામાં હોબાળો કરનાર 12 સભ્યો સસ્પેન્ડ, ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (12:27 IST)
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હોબાળો કરવા બદલ 12 સભ્યોને સંસદના શિયાળુ સત્રમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. આને રાજ્યસભાના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવે છે.
 
નિલંબિત કરાયેલા સંસદસભ્યો પૈકીના છ કૉંગ્રેસ પાર્ટીના છે, જ્યારે અન્ય છ સંસદસભ્યો તૃણમૂલ કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને શિવસેનાના છે
 
આ તમામ સભ્યો સંસદના વર્તમાન સત્રમાં ભાગ નહીં લઈ શકે.
 
આ સંસદસભ્યોને નિલંબિત કરવાનો પ્રસ્તાવ સંસદીય મામલાના મંત્રી પ્રહ્લાદ જોશીએ રજૂ કર્યો હતો.
 
આ પહેલાં વર્ષ 2020માં રાજ્યસભાના આઠ સંસદસભ્યોને નિલંબિત કરાયા હતા
 
આ મામલે મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે પણ હોબાળો થયો હતો અને 12 સંસદસભ્યોના સસ્પેન્શન રદ કરવાની માગ પર અડેલા વિપક્ષના સભ્યોએ વૉક-આઉટ કર્યું છે.

સંબંધિત સમાચાર

Next Article