ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

સોમવાર, 29 નવેમ્બર 2021 (18:36 IST)
ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીની અમલવારી અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.  આ સુનાવણી હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે BU ન ધરાવતી ઇમારતોને દાખલો બેસાડવા માટે તોડી પાડો. કોર્ટે આદેશ કર્યો છે કે હાઇરાઈઝ બિલ્ડીંગ કે જ્યાં બી.યુ અને ફાયર સેફ્ટીનો અમલ ન થતો હોય તેવી બિલ્ડીંગને સીલ કરી દો. કોર્ટેએ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમનો ઉદ્દેશ લોકોને હેરાનગતિ થાય એવો નથી, પણ લોકોના જીવ બચાવવો મહત્વનો છે. કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઇરાઈઝ બિલ્ડીંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય. લોકોને હેરાન કરવાનો નહીં જીવ બચાવવાનો ઉદ્દેશહાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન તથા ફાયર સેફ્ટીની અમલવારી બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી.
 
બે મહિના પહેલા BU-ફાયર સેફ્ટી વિનાની ઇમારતોને સીલ કરવા કહ્યું હતુંગત સપ્ટેમ્બર(2021)માં પણ જસ્ટિસ એન.વી. અંજારીયાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટી વગરની અને BU પરમિશન વિનાની તમામ ઇમારતોને સીલ કરવી જોઈએ. સાથે સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે, કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. એટલે કે, કાયદાની અમલવારી જરૂરી છે. લાગણીઓ અને ભાવનાઓને ફરજ પાલનમાં ન લાવવી જોઈએ.
 
 
ભૂતકાળની ઘટનાઓની નોંધ લીધીહાઈકોર્ટે આ દરમિયાન ભૂતકાળમાં હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના જીવ ગુમાવનારા અને 28 નવેમ્બરના રોજ અમદાવાદના સોલામાં આવેલા ગણેશ મેરેડિયનમા લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. તેની સાથે સાથે કોર્ટે એ પણ નોંધ્યું કે આગની ઘટનાઓમાં કોઈ જીવ ન ગુમાવે તે બાબતની તકેદારી રાખવાની જરૂર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર