Chennai: ટ્રોલિંગથી પરેશાન થઈને બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, સોશિયલ મીડિયા પર આ કારણે થઈ રહી હતી આલોચના

Webdunia
મંગળવાર, 21 મે 2024 (12:14 IST)
Trolling suicide
કોયંબતૂરના કરમાદાઈ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ટ્રોલિંગથી પરેશાન થઈને મહિલા બે અઠવાડિયા પહેલા પોતાના પતિ અને બાળકો સાથે કોયંબતૂરમાં પોતાના પિયર જતી રહી. અહે પણ તે પરેશાન રહી અને છેવટે થાકીને તેણે આત્મહત્યા કરી લીધી. 
 
ચેન્નઈમાં એક માતાએ સોશિયલ મીડિયાની ટ્રોલિંગથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે ચેન્નઈની એક બિલ્ડિંગમા એક બાળક ચોથા માળેથી પડી ગયો હતો જે શેડ પર લટકી ગયો. જેને ઘણી મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર બાળકની માતાને ખૂબ ટ્રોલ કરી અને તેમને બેદરકાર બતાવી. 
 
પડોશીએ સોશિયલ મીડિયા પર નાખી ક્લિપ 
મળતી માહિતી મુજબ ઘટના 28 એપ્રિલની છે. બાળક પોતાની માતાના ખોળામાં હતો. આ દરમિયાન તે હાથમાંથી છટકી ગયો અને બીજા માળ પર બનેલા એક શેડ પર અટકી ગયો.  મહિલાના પડોશીએ સોશિયલ મીડિયા પર ક્લિપ નાખી દીધી. જેમા લોકો બાળકને બચાવતા દેખાય રહ્યા હતા.  સોશિયલ મીડિયા પર લોકોએ પડોશીઓની પ્રશંસા કરી  જેમણે જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ સંકટમાં નાખી દીધો હતો.  સાથે જ લોકોએ માતાની ખૂબ આલોચના કરી અને માતા પર બેદરકાર હોવાના આરોપ લગાવ્યા. 
 
ટ્રોલિંગથી પરેશાન થઈને મહિલા પિયર ગઈ 
કોયંબતૂરના કરમાદાઈ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મહિલા ઘટના પછી તણાવમાં હતી. મહિલા પોતાની આલોચનાથી પરેશાન હતી. ટ્રોલિંગથી પરેશાન થઈને મહિલા બે અઠવાડિયા પહેલા પોતાના પતિ અને બાળકો સાથે કોયંબતૂરમાં પોતાના પિયર જતી રહી.  અહી પણ તે પરેશાન રહી અને અંતમાં થાકીને તેણે આત્મહત્યા કરી લીધી.  મહિલાના બે બાળકો છે જેમા એક ની વય પાંચ વર્ષની છે તો બીજાની વય આઠ મહિના છે. 
 
સજાની જોગવાઈ પણ છે 
વિશેષજ્ઞો મુજબ સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા, ધમકી કે કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો તે સાઈબર ક્રાઈમની શ્રેણીમાં આવે છે.  આ માટે સજાની જોગવાઈ છે. ટ્રોલિંગને કારણે લોકો પરેશાન થઈ જાય છે. તેઓ માનસિક રૂપથી તનાવગ્રસ્ત થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Next Article