Foundation Day of Gujarat: ગુજરાત દિન પર મોદીએ ગુજરાતના લોકોને આપી શુભેચ્છા

બુધવાર, 1 મે 2024 (11:30 IST)
Foundation Day of Maharashtra-Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર બંને રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વેટ કરીને બંને રાજ્યોના નાગરિકોને શુભકામના આપી અને તેમની સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી. આ દિવસ ઉત્સાહ સાથે ઉજવાય છે કારણ કે 63 વર્ષ પહેલા આજના જ દિવસે બંને રાજ્યોની નીવ મુકવામાં આવી હતી. 

 
ગુજરાત દિવસને લઈને તેમણે કહ્યુ કે ગુજરાતના રાજ્ય દિવસના આ શુભ અવસર પર આપણે ગુજરાતના લોકોની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ અને જીવંત ભાવના અને યાદ કરીએ છીએ. રાજ્ય ઉદ્દ્યમશીલતા, લચીલાપન અને સમાવેશી વિકાસના પોતાના લોકાચાર સાથે સમૃદ્ધ અને પેઢિયોને પ્રેરિત કરતુ રહે. ગુજરાતના લોકોને મારી શુભકામના. 
 
આજે ગુજરાતની મુલાકાત લેશે પીએમ મોદ્દી 
ઉલ્લેખનીય છેકે પીએમ મોદી આ ખાસ અવસર પર આજે ગુજરાતના પ્રવાસ પર છે. પહેલા દિવસે તેઓ બપોરે 3.30 મિનિટ વાગે બનાસકાંઠા પહોચશે. તેમની અહી જનસભા છે.  ત્યારબાદ સાંજે 5.15 મિનિટ પર તેઓ સાબરકાંઠા જશે. અહી પણ તેઓ એક જનસભાને સંબોધિત કરશે. આ યાત્રા દરમિયાન તેઓ લગભગ છ જનસભાઓને સંબોધિત કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર