T20 World Cup Team India Squad: ચીફ સિલેક્ટર ચેતન શર્મા બોલ્યા- શ્રેયસની જગ્યા ઈશાન કિશનને આપવાનો પાછળ છે ખાસ કારણ

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (08:15 IST)
ચેતન શર્માની આગેવાનીમાં ભારતીય કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિલેક્શન કમિટીએ બુધવારે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે 15 સભ્યની ભારતીય ટીમની જાહેરાત કરી ટીમમાં શિખર ધવન અને યુજવેંદ્ર ચહલ જેવા અનુભવી ખેલાડીઓને જગ્યા નથી મળી છે જ્યારે બન્નેએ તાજેતરમાં લિમિટેડ ઓવર સીરીજ માટે શ્રીલંકા પ્રવાસે ગયા હતા. તે સિવાય શ્રેયસ અય્યરને પણ ટીમમાં જગ્યા નથી મળી છે તેના કારણે ઈશાન કિશનને ટીમમાં શામેલ કરાયુ છે આર અશ્વિનની ચાર વર્ષ પછી ટી 20 ઈંટરનેશનલ ટીમમાં વાપસી થઈ છે. 

શ્રેયસ અય્યરની વાત કરીઓ તો માર્ચમાં ઈગ્લેંડ વિરૂદ્ધ હોમ સીરીજના પ્રથમ વનડે ઈંટરનેશનલ મેચમાં તેણે ખભા પર ઈજા આવી હતી તે પછી તેણે સર્જરી કરાવવી પડી. અય્યરને મેન સ્ક્વાડમાં જગ્યા નહી મળી અને તે રિઝર્વ ખેલાડીના રૂમમાં પસંદ કરાયા. ચેતન શર્માએ કહ્યુ કે ઈશાનએ ટીમમાં શ્રેયસ અય્યરએ જગ્યા બનાવી લીધી છે. તેણે કહ્યું, 'ઈશાન કિશન ઓપનર તરીકે અને મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે. તે અમને ખેલાડીઓ તરીકે ઘણા વિકલ્પો આપે છે. તે વનડે
 
તેણે આંતરરાષ્ટ્રીયમાં ઓપનિંગ કરી છે અને તે મેચમાં એક અર્ધશતક પણ બનાવી છે. તે મધ્ય ઓવરોમાં સ્પિન બોલ રમવા માટે સારો ખેલાડી પણ છે.
શર્માએ આગળ કહ્યું કે, 'ડાબા હાથનો બેટ્સમેન પણ મહત્વનો હતો. લેગ સ્પિનરો જ્યારે વિરોધી ટીમ માટે બોલિંગ કરી રહ્યા હોય ત્યારે ઇશાન કિશન જેવા આક્રમક બેટ્સમેનની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. શ્રેયસ તાજેતરના સમયમાં વધારે ક્રિકેટ રમ્યો નથી, તેથી અમે તેને સ્ટેન્ડબાય તરીકે રાખ્યો છે, પરંતુ ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article