રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે અંતિમ દિવસ છે. સોમવારે શ્રીનગરમાં ખૂબ હિમવર્ષા થઈ. આ દરમિયાન દિલચસ્પ નજારો જોવા મળ્યો. રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે બરફમાં રમતા જોવા મળ્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પણ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો.
<
J&K | Congress MP Rahul Gandhi and party's general secretary Priyanka Gandhi Vadra share a light moment in Srinagar after hoisting of the Tricolour at the party office.
— ANI (@ANI) January 30, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
તિરંગો લહેરાવીને થયુ યાત્રાનુ સમાપન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોમવારે શ્રીનગરમાં કોંગ્રેસની ઓફિસમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે. તેઓ આ દરમિયાન ભારત જોડો યાત્રા સ્મારકનુ અનાવરણ કરશે. આ દરમિયાન કોંગ્રેસના તમામ મોટા નેતા હાજર રહેશે. આ સાથે જ યાત્રાનુ સમાપન થઈ જશે. ત્યારબાદ એસકે સ્ટેડિયમમાં એક જનસભા પણ થશે. જેને માટે કોંગ્રેસ તરફથી લગભગ બે ડઝન વિપક્ષી રાજનીતિક દળોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
4080 KM ની યાત્રા કરી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનુ આજે 30 જાન્યુઆરી સોમવારના રોજ સમાપન છે.