રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ છે અને સોમનાથ યાત્રા ધામના સર્વ ગ્રાહી વિકાસ માટે સતત માર્ગદર્શન આપી અનેક સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવી રહ્યા છે. તેમની પ્રેરણાથી આ બિલ્વ પૂજા સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.