યુપીની યોગી સરકારે મથુરા અને વૃંદાવનમાં 10 કિમીના વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કર્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાનને કેન્દ્રમાં રાખીને 10 કિમી ચોરસ મીટર વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હવે આ વિસ્તારમાં માંસ અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાના 22 વોર્ડ છે જેને તીર્થધામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. યોગી સરકાર તીર્થસ્થળોના વિકાસના કાર્યમાં સતત વ્યસ્ત છે. અયોધ્યા, વારાણસી, મથુરામાં સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
આ પહેલા સીએમ યોગી જન્માષ્ટમીના દિવસે મથુરા આવ્યા હતા અને કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુલ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં માંસ અને દારૂનું વેચાણ બંધ થશે. આ કાર્ય કરીને પોતાનુ ગુજરાન ચલાવનારા લોકોને અન્ય વ્યવસાયોમાં સહાય કરવામાં આવશે. મથુરામાં કૃષ્ણ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે અહીનો ભૌતિક વિકાસ થાય પણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસઓ પણ બચાવી રાખવાનો છે, કારણ કે આ જ દેશવાસીઓની ઓળખ છે.
યુપીમાં સરકાર બનતા જ યોગી સરકારે તીર્થ સ્થળ જાહેર કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. ઓક્ટોબર 2017 માં કૃષ્ણનું શહેર વૃંદાવન અને રાધાનું જન્મસ્થળ બરસાનાને તીર્થ સ્થળ તરીકે જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ સાત સ્થળોને તીર્થસ્થળો તરીકે જાહેર કરવામાં આવશે. વૃંદાવનમાં દર વર્ષે 1.5 કરોડ અને બરસાનામાં 60 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે છે.