મઘ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારે દાવો કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)અને તાલિબાનની મહિલાઓ પર સમાન વિચારઘારા છે. તેમને ટ્વીટ કરી કહ્યુ, તાલિબાનનુ કહેવુ છ એકે મહિલાઓ મંત્રી બનવા લાયક નથી. મોહન ભાગવતે કહ્યુ કે મહિલાઓએ ઘરમાં જ રહેવુ જોઈએ અને ઘરની દેખરેખ કરવી જોઈએ. શુ આ સમાન વિચારધારાઓ નથી ?
દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારમે અફગાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનુ વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. તમણે એક ટ્વીટમાં કહ્યુ, મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવુ પડશે કે શુ ભારત તાલિબાન સરકારને માન્યતા આપશે, જેમા જાહેર આતંકવાદી સંગઠનના સભ્યો મંત્રી છે ?
ભાગવતની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા કે હિન્દુઓ અને મુસ્લિમોનો ડીએનએ એક છે, દિગ્વિજય સિંહે પૂછ્યું, "જો આવું હોત તો લવ જેહાદ જેવા મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવી રહ્યા હતા?