ઝારખંડમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના

Webdunia
શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (15:36 IST)
ઝારખંડના લાતેહારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની, લાતેહારમાં  શેરગાડા ગામના તળાવમાં ગણેશની મૂર્તિ પધરાવવા માટે ઉતરેલા 7 લોકોના ડૂબવાને કારણે મોત થતા સનસની મચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સાત છોકરીઓ ગણેશની મૂર્તિ પધરાવવા તળાવમાં ઉતરી તરતા આવડતું ન હોવાને કારણે સાતેય છોકરીઓ ડૂબી ગઈ. છોકરીઓના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી 
 
ઘટનાની ખબર મળતા પોલીસ અને ગામલોકો તળાવ તરફ દોડી ગયા હતા તથા ડૂબેલી છોકરીઓને બચાવાની કામગીરી શરુ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. તમામ છોકરીઓના મોત થઈ ચૂક્યા હતા. 
 
મીડિયા રિપોર્ટ અનુસાર ગણેશ વિસર્જન દરમિયાન આ મોટી હોનારત સર્જાઈ હતી. તળાવમાં ગણેશની મૂર્તિ પધરાવવા માટે સાત છોકરીઓ ઉતરી હતી. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં જતી રહી હતી, એક પણ છોકરીને તરતા આવડતું નહોતું તેને પરિણામે તે બધી ડૂબી ગઈ.

સંબંધિત સમાચાર

Next Article