મહારાષ્ટ્રમાં કાર ચલાવી રહેલી મહિલા ખીણમાં ખાબકી, Reels બનાવડાવી રહી હતી, રિવર્સ કરતી વખતે ઉંડી ખીણમાં ખાબકી

Webdunia
મંગળવાર, 18 જૂન 2024 (18:11 IST)
મહારાષ્ટ્રમાં રીલ બનાવતી વખતે 300 ફૂટ ખાઈમાં પડી જતાં એક મહિલાનું મોત થયું હતું. મામલો ઔરંગાબાદ જિલ્લાના સુલીભંજનનો છે. મહિલાની ઓળખ 23 વર્ષીય શ્વેતા દીપક સુરવસે તરીકે થઈ છે. ખાઈમાં પડવાની થોડીક સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે.
 
શ્વેતા સોમવારે (17 જૂન) બપોરે લગભગ 2 વાગ્યે તેના 25 વર્ષીય મિત્ર સૂરજ સંજાઉ મુલે સાથે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર ડાઇવિંગ શીખતી વખતે તે રીલ્સ બનાવતી હતી. દરમિયાન વાહન પલટી મારતા આ અકસ્માત સર્જાયો હતો.
 
વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વેતા ડ્રાઈવિંગ સીટ પર બેસીને કાર ચલાવી રહી હતી. તેનો મિત્ર સૂરજ કારની બહારથી વીડિયો શૂટ કરી રહ્યો હતો.  આ દરમિયાન શ્વેતા કાર રિવર્સ કરવા લાગી. ત્યારે ખીણ અને કાર વચ્ચે માત્ર 50 મીટરનુ અંતર હતુ.  શ્વેતાએ કાર રિવર્સ કરતી વખતે બ્રેક લગાવવાને બદલે એક્સીલરેટર દબાવી દીધુ.  
 
વીડિયો શૂટ કરી રહેલો મિત્ર તેને ક્લચ દબાવવાનુ કહે છે. તે કાર રોકવા માટે દોડે પણ છે પણ ત્યાર સુધી કાર ઝડપથી પાછળ ખીણમાં પડી જાય છે.  દુર્ઘટનામાં શ્વેતાનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ..  ઘટના પછીને તસ્વીરોમાં કાર ઝાડીઓ વચ્ચે ફસાયેલી એકદમ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. 
 

સંબંધિત સમાચાર

Next Article