પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (13:15 IST)
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે. 
 
આ બાબતે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. ગઈકાલના હંગામામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે. સાથે પોલીસે 7 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. 
 
રાજકારણ પણ ચરમ પર
આ દરમિયાન આ મામલાને લઈને લખીમપુર ખીરીથી લખનૌ સુધી બબાલ મચી ગઈ અને ભારે રાજકારણ ચાલુ છે. પોલીસે લખીમપુર જવાની જીદ્દ પર અડેલા અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, શિવપાલ યાદવ, રામગોપાલ યાદવ, સંજય સિંહ સહિત તમામ નેતાઓની ધરપકડ કરી છે. વિપક્ષનો આરોપ છે કે તેમને પીડિતોને મળવા દેવામાં નથી આવી રહ્યા.

સંબંધિત સમાચાર

Next Article