લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના તેમના ગામના પ્રવાસે આવવાના હતા. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમને રિસિવ કરવા આવવાના હતા પરંતુ તેમના આગમન પહેલા ખેડૂતોએ હેલિપેડ પર કબજો જમાવી દીધો હતો અને તેમને અહીં ઉતરવા દેવા માગતા નહોતા. પ્યુટી સીએમને રિસિવ કરવા આવેલા ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાની સામે વિરોધ દરમિયાન ખેડૂતો સાથે ટક્કર થઈ હતી. આરોપ છે કે ભાજપના નેતાઓએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી જેમાં 3 લોકોના મોત થયા હતા તથા 8 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ 2 ગાડીઓને સળગાવી મૂકી હતી.