શ્રી અમરનાથ યાત્રાના 25 દિવસમાં જ બાબા બર્ફાની અંતર્ધ્યાન થઈ ગયા છે. સતત અનેક વર્ષોથી યાત્રાના થોડા અઠવાડિયા પહેલા જ હિમલિંગ સંપૂર્ણ રીતે પિઘડી જાય છે. છતા ભક્તોમાં યાત્રાને લઈને ઉત્સાહ કાયમ રહે છે. આ વખતે યાત્રા શરૂ થતા પહેલા બાબા બર્ફાનીનો આકાર લગભગ ચૌદ ફીટ હતો. એક અઠવાડિયા પહેલા તે માત્ર પાંચ જ ફીટ રહી ગયો હતો.
રવિવારે બાબા બર્ફાની સંપૂર્ણ રીતે અંતર્ધ્યાન થઈ ગયા. અમરનાથ સાઈન બોર્ડે જોકે હિમલિંગને પિગળતા રોકવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. પહેલા હેલીકોપ્ટર પવિત્ર ગુફાની બહાર થોડા અંગર ઉતરતુ હતુ. એ સમયે એવુ કહેવાતુ હતુ કે આ કારણે હિમલિંગ જલ્દી પિગળી જાય છે. એ પછી સાઈન બોર્ડે હેલીકોપ્ટરને પવિત્ર ગુફાથી પાંચ કિલોમીર દૂર પંજતરણીમાં ઉતારવુ શરૂ કર્યુ.
એટલુ જ નહી હિમલિંગને કોઈ હાથ ન લગાવે એ માટે સમગ્ર ગુફાને અંતરથી લોખંડની ગ્રિલ લગાવવામાં આવી છે. 28 જૂનના રોજ શરૂ થયેલ યાત્રા 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનન દિવસે ખતમ થશે. હાલ યાત્રા 35 દિવસ બાકી છે. આવામાં શ્રદ્ધાળુઓ ખૂબ નિરાશ થાય છે. પણ તેમની અંદર યાત્રાને લઈને ઉત્સાહ કાયમ છે. આ વખતે યાત્રાના પચ્ચીસ દિવસમાં જ બે લાખ 36 હજારથી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે.