શનિ પ્રદોષ પર વ્રત ન કરી શકો તો જરૂર કરો આ ઉપાય અને મેળવો અક્ષય પુણ્યોનો લાભ
શનિવાર, 26 મે 2018 (11:15 IST)
પ્રદોષ વ્રત વિધિ - દરેક પક્ષના તેરસના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જલ રહીને વ્રત કરવાનુ હોય છે. સવારે સ્નાન કરીને ભગવાંસ શિવની બિલીપત્ર, ગંગાજળ, અક્ષત, ધૂપ, દીપ સહિત પૂજા કરો. સંધ્યાકાળમાં ફરી સ્નાન કરીને આ રીતે શિવજી ની પૂજા કરવી જોઈએ. આ રીતે પ્રદોષ વ્રત કરવાથી વ્રતીને પુણ્ય મળે છે.
જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો શનિ પ્રદોષ વ્રત કથા જરૂર વાંચો અને ભગવાન શિવને દેશી ઘી નો દીવો અને શનિદેવને સરસવના તેલનો દિવો અર્પિત કરો. તેનાથી પણ અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને ભગાઅન શિવ અને શનિ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
શનિ પ્રદોષ વ્રત કથા
પ્રાચીન સમયની વાત છે. એક નગર શેઠ ધન દોલત અને વૈભવથી સંપન્ન હતા. તે ખૂબ દયાળુ હતા. તેમની ત્યાથી કોઈપણ ક્યારેય ખાલી હાથ જતુ નહોતુ. તેઓ બધાને મનમુકીને દાન-દક્ષિણા આપતા હતા. પણ બીજાને સુખ આપનારા શેઠ અને તેમની પત્ની પોતે ખૂબ દુખી હતા. કારણ કે તેમને કોઈ સંતાન નહોતુ. સંતાનહીનતાને કારણે બંને દુખી રહેતા હતા.
એક દિવસ તેમને તીર્થયાત્રા પર જવાનો નિર્ણય કર્યો અને પોતાના કામ-કાજ સેવકોને સોંપીને નીકળી પડ્યા. હજુ તેઓ નગરની બહાર નીકળી જ રહ્યા હતા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવેલ એક તેજસ્વી સાધુ જોવા મળ્યા. બંનેયે વિચાર્યુ કે સાધુ મહારાજના આર્શીવાદ લઈને તેઓ આગળની યાત્રા શરૂ કરશે. પતિ-પત્ની બંને સમાધિલીન સાધુ સામે હાથ જોડીને બેસી ગયા અને તેમની સમાધિ તૂટવાની પ્રતિક્ષા કરવા લાગ્યા. સવારથી સાંજ અને પછી રાત થઈ ગઈ. પણ સાધુની સમાધિ તૂટી નહી છતા પણ પતિ-પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને પ્રતિક્ષા કરવા લાગ્યા.
છેવટે બીજા દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા. શેઠ પતિ-પત્નીને જોઈને મંદ મંદ હસવા લાગ્યા અને આશીર્વાદ સ્વરૂપે હાથ ઉઠાવીને બોલ્યા, 'હુ તમારુ અંતર્મન જાણી ગયો છુ બેટા. હુ તમારા ધૈર્ય અને ભક્તિભાવથી ખૂબ પ્રસન્ન છુ.'
સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમણે શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાની નિમ્ન વંદના બતાવી.
હે રુદ્રદેવ શિવ નમસ્કાર
શિવ શંકર જગગુરૂ નમસ્કાર.
હે નીલકંઠ સુર નમસ્કાર
શશિ મૌલિ ચન્દ્ર સુખ નમસ્કાર.
હે ઉમાકાંત સુધિ નમસ્કાર
ઉગ્રત્વ રૂપ મન નમસ્કાર
ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર
વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર.
તીર્થયાત્રા પછી બંને ઘરે પરત ફર્યા અને નિયમપૂર્વક શનિ પ્રદોષ વ્રત કરવા લાગ્યા. થોડા સમય પછી જ શેઠની પત્નીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમની ત્યા છવાયેલ અંધકાર લુપ્ત થઈ ગયો. બંને આનંદપૂર્વક રહેવા લાગ્યા.