આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કનાડામાં આવવાનુ યોગ્ય કારણ ન બતાવી શકતા એયરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દીધા. કોટકપુરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંધવા અને રોપડથી ધારાસભ્ય અમરજીત સિંહ સંદોઆ પર્સનલ વિઝિટ માટે કનાડા ગયા હતા. રાજધાની ઓટાવાના ઈંટરનેશનલ એયરપોર્ટ પર પહેલા તેમની પૂછપરછ માટે રોકવામાં આવ્યા. ત્યાર બાદ તેમની પુછપરછ બાદ બંનેને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, બંને ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ચર્ચામાં રહ્યાં છે. AAP ધારાસભ્ય અમરજીત સિંહ પર ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ બંને ધારારભ્યોના નામ માફિયાઓ સાથે જોડાયેલા રહ્યાં છે.