દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં હાથરસ ગેંગરેપ પીડિતાના મોત બાદ મંગળવારે મોડીરાત્રે પોલીસ યુવતીની લાશ સાથે હાથરસ જિલ્લાના બુલગાડી ગામ પહોંચી હતી. જ્યારે પીડિતાનો મૃતદેહ ગામમાં પહોંચ્યો ત્યારે ગામ લોકો અંતિમ સંસ્કાર માટે તૈયાર ન હતા, પરંતુ પોલીસે ભારે વિરોધ પ્રદર્શન છતાં પરિવારજનોની ગેરહાજરીમાં ગેંગરેપ પીડિતાને અંતિમ સંસ્કાર આપ્યા હતા. ગામલોકોના ભારે આક્રોશને જોતા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
<
निर्दयता की हद है ये।
जिस समय सरकार को संवेदनशील होना चाहिए उस समय सरकार ने निर्दयता की सारी सीमाएं तोड़ दी। https://t.co/MtDZXZXnvo
— UP Congress (@INCUttarPradesh) September 29, 2020
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કહેવામાં આવી રહ્યું છે કે ગેંગરેપ પીડિતની ડેડબોડી રાત્રે 12: 45 વાગ્યે હાથરસ પહોંચી હતી. એમ્બ્યુલન્સને જ્યારે અંતિમવિધિ માટે લઈ જવામાં આવી રહી હતી, ત્યારે લોકોએ તેને રોકી અને કેટલાક લોકોએ એમ્બ્યુલન્સ સામે સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિવારના સભ્યો સાથે ગેરવર્તન કર્યાનો આરોપ મૂકાયો હતો. આ પછી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝડપ થઈ હતી. ઉલ્લેખનીય છે કે પરિવારજનો રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા માંગતા ન હતા, જ્યારે પોલીસ તેનો તાત્કાલિક અંતિમ સંસ્કાર કરવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત પછી રાત્રે લગભગ 2.40 વાગ્યે કોઈ પણ રીતિ રિવાજ અને પરિવારના સભ્યોની ગેરહાજરીમાં પીડિતાનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો.
ગેંગરેપ પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે પોલીસ તેના પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા દબાણ લાવી રહી હતી. જ્યારે પુત્રીના માતાપિતા અને ભાઇ અહીં ત્યા હાજર નહોતા. તેઓ દિલ્હીમાં છે અને હજી પહોચ્યા નથી. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા અને પરિવારની રાહ જોવા માટે કહેતા પોલીસે કહ્યું કે જો તમે નહીં કરો તો અમે જાતે જ કરીશું.
યુપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ પોલીસની આ કૃત્યને કાયરતા ગણાવી છે. કોંગ્રેસે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે - આ ક્રૂરતાની હદ છે. સરકાર સંવેદનશીલ હોવી જોઈએ તે સમયે સરકારે ક્રૂરતાની બધી મર્યાદાઓ તોડી નાખી હતી. આમ આદમી પાર્ટીએ પણ અંતિમ સમારોહનો વીડિયો તેના ફેસબુક પેજ પર મૂક્યો છે.