ઉલ્લેખનીય છે કે પાયલ ઘોષે 19 સપ્ટેમ્બરના રોજ ટ્વીટ કરી અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લાગાવ્યો. તેમણે પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી હતી. પાયલ ઘોષે કહ્યુ હતુ કે પહેલા હુ મારા મેનેજર સાથે તેમને (અનુરાગ કશ્યપ)ને મળી. પછી હુ તેમના ઘરે જઈને તેમને મળી. તેમણે મારી સાથે ખૂબ સારી રીતે મુલાકાત કરી હતી. તેમનો વ્યવ્હાર જોઈને મને ખૂબ સારુ લાગ્યુ હતુ. પણ જ્યારે બીજા દિવસે તેમને મને પોતાના ઘરે બોલાવી તો મારી સાથે જે થયુ તે સારુ ન થયુ. તેના જ વિશે મે વાત કરી.
પાયલના આરોપોને અનુરાગ કશ્યપે રદ્દ કરી દીધો. તેમનો ટ્વીટ કરતા પોતાની વાત રાખી હતી. તેમણે લખ્યુ હતુ, શુ વાત છે, આટલો સમય લઈ લીધો મને ચૂપ કરવાની કોશિશમાં. ચાલો કોઈ નહી. મને ચૂપ કરાવતા કરાવતા આટલુ ખોટુ બોલી ગયા કે સ્ત્રી થઈને બીજી સ્ત્રીઓને પણ સાથે ઘસેટી લીધી. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ એક જ વાત કહીશ કે જે આરોપ છે તે બધા બેબુનિયાદ છે.