ગુજરાતમાં કોરોડોના ડ્રગ્સ સપ્લાય કરનાર અફાક બાવાનો પેડલર રિયાના ભાઇને પણ ડ્રગ્સ પહોંચાડતો હોવાની આશંકા ક્રાઇમ બ્રાંચને છે. અફાક બાવા ડોંગરીમાં રહેતો અને ગુજરાતના અનેકા સબ ડીલરોને ડ્ર્ગ્સ આપતો હતો. પૂર્વએ ડીઆરઆઇએ પણ અફાક બાવાના સાથીઓને 50 કરોડના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. અફાક બાવાની પાસે સહેજાદ તથા ઇમરાન અઢી કરોડનું ડ્રગ્સ લીધું હતું. ગુજરાતના બે ક્રાઇમમાં અફાક બાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
લોકડાઉન બાદથી કુરૂદવાડામાં પોતાની બીજી પત્ની આફરીન સાથે રહેતો હતો. તે ડ્રગ્સનો મોટો હોવાથી વારંવાર તે ઘર બદલતો હતો. તેને પકડવા માટે મુંબઇ પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓ પ્રયાસ કરી રહી હતી. જાન્યુઆરી 2020માં ડીઆરઆઇએ લગભગ 50 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સિકંદર ચીમૂ તથા બીજા લોકોની ધરપકડ કરીહ અતી. આ કેસમાં પણ અફાક બાવા વોન્ટેડ હતો. મહત્વપૂર્ણ વાત તો એ છે કે રિયા ચક્રવર્તીના ભાઇને પણ અફાક બાવાના પેડલર ડ્રગ્સ પહોંચાડતા હોય એવી આશંકા ક્રાઇમ બ્રાંચને છે. પોલીસ તે દિશામાં કડક પૂછપરછ કરી રહી છે. સાથે જ મહારાષ્ટ્રથી માંડીને ગોવા સુધી તેનું મોટું નેટવર્ક હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતના અનેક ડ્રગ્સ માફિયાઓને પણ મોડી માત્રામાં ડ્રગ્સ આપતો હતો, એવી વાત સામે આવી છે. અમદાવાદ સહિત ગુજરાતની અનેક જગ્યાઓએ તેના કોન્ટેક્ટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ ખરીદનારાઓની યાદી તૈયારી આગળ તપાસ શરૂ કરી છે.