દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સીપીસીબી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચિત સીએકયુંએમએ સોમવારથી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રેપ-4ના અમલ પછી, સરકાર દ્વારા પ્રદૂષણ સ્તરને નિયંત્રિત કરવા માટે ઘણા કડક પગલાં અમલમાં મૂકવામાં આવશે. ગ્રેપ-4માં કારખાના, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. ગ્રેપ-4 લાગુ થયા બાદ દિલ્હી-NCRમાં શું ખુલશે અને શું બંધ રહેશે? આવો જાણીએ
ગ્રેપ-4 લાગુ પછી શું બંધ રહેશે ?
- દિલ્હીમાં ડીઝલ ટ્રકોનો પ્રવેશ બંધ
- દિલ્હીની બહાર કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ
- નર્સરીથી 11મી સુધીની શાળાઓ બંધ
- સરકારી અને ખાનગી ઓફિસો વર્ક ફ્રોમ હોમ મોડમાં ચાલી શકે છે
- તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ રહેશે
- ઓડ-ઈવન નિર્ણય પણ લઈ શકાય છે
ગ્રેપ-4 લાગુ પછી શું ચાલુ રહેશે ?
- સીએનજી-ઈલેક્ટ્રીક અને આવશ્યક સેવાઓની ટ્રકો દોડશે
- CNG અને BS VI ડીઝલ વાહનો ચાલશે
- 10મા અને 12માના ક્લાસ ફિઝિકલ મોડમાં ચાલશે
- ઓફિસ 50% કર્મચારીઓને ઓફિસ બોલાવી શકે છે
- સ્વચ્છતા પ્રોજેક્ટ વગેરે સંબંધિત કામ ચાલુ રહેશે
- એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વાહનો ચાલતા રહેશે.
701 પર પહોંચ્યો દિલ્હીના આ વિસ્તારનો AQI ?
દિલ્હી-એનસીઆરમાં રવિવારે વાયુ પ્રદૂષણમાં વધુ વધારો થયો હતો જેના કારણે AQI પ્રથમ વખત 500ને પાર કરી ગયો હતો. રવિવાર સાંજ સુધીમાં, AQI મોટાભાગના વિસ્તારોમાં 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયો હતો. AQI.in અનુસાર, રવિવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીનો છેલ્લા 24 કલાકનો સરેરાશ AQI 548 હતો. રવિવારે સવારે 8 વાગ્યે દિલ્હીનું AQI સ્તર 477 હતું, જે રાત્રે 8 વાગ્યા સુધીમાં વધીને 548 થઈ ગયું. દિલ્હીમાં આજે શ્વાસ લેવાની સ્થિતિ દરરોજ 14.7 સિગારેટ પીવાના સમકક્ષ છે. દિલ્હીની PGAV કોલેજમાં AQI 701 પર પહોંચ્યો છે.