દિલ્હી-NCR અને પંજાબ સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આચકો, રિક્ટર સ્કેલ પર આટલી છે તીવ્રતા

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (22:46 IST)
દિલ્હી-NCR અને પંજાબમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં જણાવવામાં આવી રહ્યું છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, જમ્મુ-કાશ્મીર સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

<

Earthquake tremors felt in Delhi. Details awaited. pic.twitter.com/Hs0A6BUEiU

— ANI (@ANI) March 21, 2023 >
આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ અનુભવ્યું. હાલ લોકો ગભરાટમાં છે. જો કે દિલ્હી, ઈસ્લામાબાદ અને કાબુલમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
 
આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે તેઓએ લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.

સંબંધિત સમાચાર

Next Article