રક્ષા મંત્રી રાજનાથ સિંહને થયુ કોરોના પોતાને ઘર પર કર્યુ ક્વારંટાઈન

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (16:50 IST)
રક્ષામંત્રી રાજનાથ સિંહ સોમવારે કોરોના પૉઝ્ટિવ મળ્યા છે. તેણે પોતે ટ્વીટ કરી આ જાણકારી આપી. રક્ષા મંત્રીએ કહ્યુ કે તે તેમના ઘર પર ક્વારંટાઈન છે અને તેમા કોરોનાના કોઈ મોટા લક્ષણ નથી. રાજનાથ સિંહએ ટ્વીટ કરી કહ્યુ, "
 
"મેં આજે હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવનો ટેસ્ટ કર્યો છે. હું હોમ ક્વોરેન્ટાઇનમાં છું. જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પોતાને અલગ રાખે અને પોતાનો ટેસ્ટ કરાવે."
<

I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.

— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022 >
જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસ રોગના 1,79,723 કેસ નોંધાયા હતા. સક્રિય કેસની સંખ્યા પણ 700,000ને વટાવી ગઈ છે.

સંબંધિત સમાચાર

Next Article