દિલ્લીમાં કોરોનાનો હાહાકાર, એડિશનલ કમિશનર સહિત 1000થી વધારે પોલીસકર્મી થયા સંક્રમિત

સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:39 IST)
કોરોના વાયરસના સંક્રમણએ દિલ્હીમાં એક વાર ફરી તેમનો રોદ્ર રૂપ જોવાવો શરૂ કરી દીધુ છે. સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ અને ડાક્ટરોથી લઈને પોલીસકર્મી સુધી તીવ્રતાથી આ વાયરસની ચપેટમાં આવવા લાગ્યા છે. 
 
દિલ્હી પોલીસની તરફથી આપેલ જાણકારી મુજબ દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ સહિત આશરે 1000 જવાન કોવિડ 19 સંક્રમિત થઈ ગયા છે. બધા પૉઝિટિવ પોલીસકર્મી અત્યારે આઈસોલેશનમાં છે. દિલ્હી પોલીસમાં 80000થી વધારે કર્મી છે. 
 
તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મીઓની વચ્ચે કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે માનક સંચાલનની પ્રક્રિયા (એસઓપી) રજૂ કરી હતી. એસઓપીના મુજબ પોલીસ કર્મીઓએ ડ્યૂટી દરમિયાન ફેસ માસ્ક લગાવવુ, સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન કરવુ અને યોગ્ય રીતે હાથ ધોવા/સેનેટાઈજેશન કરવો જોઈએ. તેમા છે કે, “જે કર્મીઓ તબીબી કારણોસર એન્ટિ-કોવિડ-19 રસીનો ડોઝ મેળવ્યો નથી તેઓ ફરીથી રસીકરણ માટે ડોકટરોની સલાહ લઈ શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર