દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ, દાઉડના નામથી ચલાવી રહ્યો હતો વસૂલી ગેંગ

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (13:17 IST)
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની ઠાણે પોલીસે ધરપકડ કરી છે. કાસકર પર આરોપ છે કે તેણે એક મોટા બિલ્ડરને વસૂલી માટે ધમકાવ્યો. બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી જ્યાર પછી નાગપાડા વિસ્તારથી ઈકબાલ કાસકરને ઠાણેની એંટી એક્સટોર્શન સેલે પકડી લીધો છે. ઈકબાલ સાથે ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
આજે મુંબઈ પોલીસે પ્રેસ કૉંફ્રેસ કરીને જણાવ્યુ કે અમને થોડા સમયથી સૂચના મળી રહી હતી કે દાઉદની ગેંગ અમાર વિસ્તારમાં સક્રિય છે. તેમણે જ્ણાવ્યુ કે ઈકબાલ કાસકરને તેની બહેનના ઘરેથી પકડવામાં આવ્યો છે.  અમારી પાસે 10-20 નામ એવા મળ્યા છે જ્યાથી આ આરોપી વસૂલી કરી રહ્યા હતા. 
 
આ ઘટના 2016ની છે. એક બિલ્ડરને ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તેની પાસે ચાર ફ્લેટની ખંડણી માંગવામાં આવી હતી. ડરના કારણે બિલ્ડરે પોલીસમાં કેસ નહોતો કર્યો. વસૂલીની વિરુદ્ધ કામ કરતા ઠાણે ક્રાઈમ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ સેલને તપાસ દરમિયાન આ વાતની જાણકારી મળી. જે પછી ઈકબાલ કાસકરની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
 
કોણ છે ઈકબાલ કાસકર - દાઉદનો નાનો ભાઈ ઈકબાલ કાસ્કર મુંબઈમાં રહે છે.  ઈકબાલ કાસકર દાઉદની ચોથા નંબરનો ભાઈ છે. કાસકર સહિત દાઉદના સાત ભાઈ અને ચાર બહેનો છે. 2003માં ઈકબાલ કાસકરની દુબઈથી ધરપકડ કરવામાં આવી હતી. કાસકરને દુબઈથી ડિપોર્ટ કરી મુંબઈ લાવવામાં આવ્યો હતો. 
 
મઉકા હેઠળ 4 વર્ષ કાસકર ઓર્થર રોડ જેલમાં રહ્યો. વર્ષ 2007માં ઈકબાલ કાસકરને મુક્ત કરવામાં આવ્યો.  સારા-સહારા બિઝનેસ સેંટરમાં બ્લેકમની લગાવવાનો કેસ ચાલ્યો પણ તપાસ એજંસીઓ કોર્ટમાં આ મામલે આરોપ સાબિત નથી કરી શકી. ઉલ્લેખનીય છે કે 1998માં કતલના કેસમાં પણ કાસકર બચી ગયો હતો. 
 
ઈકબાલ કાસકર સહિત દાઉદના સાત ભાઈ અને ચાર બહેનો હતી. તેના સૌથી મોટા ભાઈ શાબિરની હત્યા થઈ ચુકી છે. એક ભાઈ નૂરાની 2009માં કિડની ફેલ થવાથી મોત થયુ હતુ. બાકી ભાઈ દુબઈ કરાચીમાં રહે છે.  દાઉદની બે બહેનો ફરજાના તુંદેકર અન એ હસીના પારકર છે.  હસીના પારકર પર ટૂંક સમયમાં જ ફિલ્મ રજુ થવાની છે. 

સંબંધિત સમાચાર

Next Article