ભોપાલથી 400 કિલોમીટર દૂર નીમચના લોકો બંનેના આ નિર્ણય પર ચર્ચા કરી રહ્યા છે. લોકો નવાઈ પામી રહ્યા છે કે રાજનીતિ અને વેપારમાં આટલા સફળ હોવા છતા પણ સુમિત અને અનામિકાએ સંન્યાસી બનવાનો નિર્ણય કેવી રીતે લીધો. અનામિકાના પિતા અશોકે જણાવ્યુ કે પુત્રી અને જમાઈના સંન્યાસી બની ગયા પછી પૌત્રીની જવાબદારી તેઓ ઉઠાવશે. તેમણે કહ્યુ કે કોઈપણ પોતાના ધાર્મિક નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે અને તેને રોકી શકાતો નથી. બીજી બાજુ સુમિતના વેપારી પિતા રાજેન્દ્ર સિંહ રાઠોડનુ કહેવુ છે કે અમને એવુ તો લાગતુ હતુ કે એ સંન્યાસી બની જશે પણ આટલુ જલ્દી બધુ થશે એવુ વિચાર્યુ નહોતુ.