ANALYSIS: શુ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ? શુ દેશને ખરેખર આની જરૂર છે ? આ પ્રોજેક્ટ પર સવાલ કેમ ઉઠી રહ્યા છે

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:08 IST)
મુંબઈ-અમદાવાદની વચ્ચે 2022 સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનુ ટારગેટ છે આ એવી ટ્રેન હશે જે 508 કિમીની યાત્રા ત્રણ કલાકમાં પુરી કરશે.  હાલ દુરંતો બંને શહેરો વચ્ચેની યાત્રા સાઢા પાંચ કલાકમાં પુરી કરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કોસ્ટ 1.20 લાખ કરોડ રૂપિયા છે. મતલબ દરેક કિમી પર 236 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આવામાં અનેક સલાલ ઉઠી રહ્યા છે. શુ દેશ અને મુંબઈ-અમદાવાદને આ ટ્રેનની જરૂર છે ? શુ આને બદલે એયર ટ્રેવલના ઈંફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવુ વધુ લાભકારી ન હોત  તમને રેલવે બોર્ડના પૂર્વ ચેયરમેન અરુણેદ્ર કુમાર અને નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઓફ કંસ્ટ્રકશન મેનેજમેંટ એંડ રિસર્ચના ડીન ડો. જનાર્દન કોનેરની મદદથી આ સવાલના જવાબ આપી રહ્યા છે.  
 
સૌ પહેલા જાણૉ - શુ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ?
 
આ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કહેવાય છે.  1.20 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો હાલ પાયો નાખવામાં આવી રહ્યો છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિમી રૂટ પર 2022 સુધી બેલેટ ટ્રેન ચલાવવાનો ટારગેટ છે. 12 સ્ટેશન 350 kmph સ્પીડ અને 3 કલાકની યાત્રા. 
 
- મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની મૈક્ઝિમમ સ્પીડ 350 કિમી/કલાક રહેશે. હાલ આ નોર્મલ ટ્રેનનુ અંતર 7-8 કલાકની છે. 
- જો બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર રોકાશે તો 3 કલાકમાં 508 કિમીની યાત્રા પૂરી કરશે. મતલબ એવરેજ સ્પીડ 170 કિમી/કલાક રહેશે.   
- જો 4 જ સ્ટેશનો મુંબઈ અમદાવાદ સૂરત અને વડોદરા પર રોકાશે તો બે કલાકમાં યાત્રા પૂરી કરી લેશો. આવામાં એવરેજ સ્પીડ 254 કિમી પ્રતિ કલાક રહેશે. વેબદુનિયા 
- આ રૂટ પર 12 સ્ટેશન મુંબઈ ઠાણે વિરાર ભોઈસર વાપી બિલીમોરા સૂરત ભરૂચ વડોદરા આણંદ અમદાવાદ અને સાબરમતી થઈ શકે છે. તેમા મુંબઈ સ્ટેશન અંડરગ્રાઉંડ થશે. 
 
બુલેટ ટ્રેનનું 7 કિમી ભાગ સમુદ્રની અંદર હશે. 
 
- 508 કિમીના રૂટમાંથી 351 કિમી ભાગ ગુજરાત અને 157 કિમી ભાગ મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કુલ 92% મતલબ 468 કિમી લાંબો ટ્રેક અલિવેટેડ રહેશે. 
- મુંબઈમાં 7 કિમીનો ભાગ સમુદ્રની અંદર હશે. 25 કિમીનો રૂટ સુરંગમાંથી પસાર થશે. 13 કિમી ભાગ જમીન પર રહેશે. બુલેટ ટ્રેન 70 હાઈવે 21 નદીઓ પાર કરશે. 173 મોટા અને 201 નાના બ્રિઝ બનશે. 
- શરૂઆત 10 કોચવાળી બુલેટ ટ્રેન સાથે થશે. જેમા 750 લોકો બેસી શકશે. પછી 1200 લોકો માટે 16 કોચ થઈ જશે.  ટ્રેનમાં દરરોજ 36000 પેસેંજર્સ મુસાફરી કરશે. આ ટ્રેન રોજ 35 ફેરા લગાવશે. 
 
ANALYSIS:  આ પ્રોજેક્ટ પરથી ઉઠી રહ્યા છે 5 સવાલ 
 
1. બુલેટ ટ્રેનના રોકાણમાં 80 નવા એમ્સ બની જશે. આટલી કૉસ્ટમાં રેલવેનુ માળખી નહોતુ સીધરી શકતુ ?
 
- દર કિમી પર ટ્રેન ટ્રેક અને ઈંફ્રાસ્ટ્રકચરની કિમંત 236 કરોડ રૂપિયા આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ 1.20 લાખ કરોડ છે. તેનાથી દેશભરમાં 80 નવા એમ્સ બની શકે છે. એક એમ્સને બનાવવાનો ખર્ચ 150 કરોડ રૂપિયા આવે છે. 
-1.20 લાખ કરોડનો આંકડો 5 વર્ષના રેલવે સિક્યોરિટી ફંડ જેટલો છે. જેની વધતી દુર્ઘટૅનાને કારણે ખૂબ જરૂર છે. 
- 300 પેંડિંગ પ્રોજેક્ટ માટે રેલવેને 2 લાખ કરોડ રૂપિયાની જરૂર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કૉસ્ટથી રેલવેના 150 પેંડિંગ પ્રોજેક્ટ પુરા થઈ શકે છે. 
 
EXPERT VIEW (વિશેષજ્ઞોનો મત)
 
- રેલવે બોર્ડના પૂર્વ ચેયરમેન અરુણેંદ્ર કુમાર તેમા રેલવેની ફક્ત જમીન લાગી રહી છે. 1.20 લાખ કરોડની કૉસ્ટમાંથી 88% જાપાન આપી રહ્યુ છે તે પણ  0.1 ઈંટ્રેસ્ટ રેટ પર. આ કોઈપણ દ્રષ્ટિએ મોંઘો સોદો નથી.  રેલવે સિક્યોરીટી પર સારુ કામ થઈ રહ્યુ છે. સુરેશ પ્રભુ માટે બદનસીબીની વાત રહી કે રેલ દુર્ઘટના વધુ થઈ ગયા. 
 
- નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઓફ કંસ્ટ્રક્શન મેનેજમેંટ એંડ રિસર્ચના ડીન ડૉ. જનાર્દન કોનેર - જો હોસ્પિટલોમાં વ્યવસ્થા નથી હોતી તો નવા હોસ્પિટલ ખોલવા આપણે બંધ નથી કરી દેતા. એ જ રીતે બુલેટ ટ્રેનમાં કોઈ ખરાબી નથી. ઈકોનોમીના હિસાબથી જોવા જઈએ તો આ પ્રોજેક્ટની તરત જરૂર નહોતી.  આવનારા 10 વર્ષમાં જરૂર હતી. જો જલ્દી શરૂઆત થઈ છે તો તેમા ખરાબી નથી. 
 
2. 25 ટ્રેનો, 20 થી વધુ ફ્લાઈટ્સ.. પછી બુલેટ ટ્રેન કેમ જોઈએ ? 
 
હાલ શુ સુવિદ્યા - બંને શહેરો વચ્ચે હાલ 25 ટ્રેન 20થી વધુ ફ્લાઈટ્સ અને 40થી વધુ ટ્રેવલ કંપનીઓની 95 વોલ્વો/ડીલક્સ બસો ચાલે  છે.
 રેલવે એ શુ વિચાર્યુ હશે - રેલવે એ વિચારીને આ પ્રોજેક્ટને આકાર આપ્યો છે કે 2023 સુધી એક વર્ષમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોઢ કરોડ લોકો ટ્રાવેલ કરશે. મતલબ 41 હજાર લોકો રોજ.. તેમાથી 36 હજાર પેસેજર્સની જરૂર બુલેટ ટ્રેનથી પૂરી થશે. 
 
EXPERT VIEW
 
- ડો જનાર્દન કોનેરના મુજબ બુલેટ ટ્રેનને બિલ્ટ કરવાની કૉસ્ટ જરૂર વધુ છે. પણ તેના મેનટેનેંસ કૉસ્ટ એયર ઑપરેશંસથી ખૂબ ઓછી છે. જો તમે 36 હજાર પેસેંજર્સને રોજ ટ્રેવલનો મોકો આપવા માંગો છો તો તે માટે તમારે મુંબઈ-અમદાવાદમાં કદાચ નવા એયરપોર્ટની જરૂર પડતી. આવુ ન પણ કરતા તો નવા એયર સ્ટ્રિપ્સ બનાવવા પડતા. કૉસ્ટ અહી પણ આવતી. 
 
3. સસ્તી પડશે દુરંતો.. પછી બુલેટ ટ્રેનનો શુ ફાયદો.. સમય પણ એયર ટ્રેવલથી વધુ લાગશે ?
- બુલેટ ટ્રેનનુ ભાડુ 2700થી 3000 રૂપિયા વચ્ચે રહેશે. આ ત્રણ કલાક લેશે. 
- હાલ મુંબઈ અમદાવાદની એક મહિના પછીનુ એયર ફેયર 1500 અને થોડા દિવસ પછી 4000 રૂપિયા છે.  ફ્લાઈટ 1 કલાક 10 મિનિટનો સમય લે છે. 
- દુરંતોનુ ભાડુ 2000 રૂપિયા છે. આ સાઢા પાંચ કલાકનો સમય લે છે. 
- વોલ્વો બસોનુ ભાડુ 1000 રૂપિયા છે આ 531 કિમીની યાત્રા 10 કલાકમાં પુર્ણ કરે છે. 
 
EXPERT VIEW
 
- અરુણેન્દ્ર કુમાર - તમે એયરપોર્ટ પહોંચવા બોર્ડિંગ પાસ લેવા અને સિક્યોરિટીની તપાસનો ટોટલ ટાઈમ કાઉંટ કરશો તો તે બુલેટ ટ્રેનના 3 કલાકની યાત્રાથી વધુ કે તેના બરાબર થઈ જશે. બુલેટ ટ્રેનમાં તમે 10 મિનિટ પહેલા પહોંચીને પણ ટ્રેન પકડી શકો છો.
- તેમા તમે ફલાઈટથી વધુ સામાન લઈ જઈ શકો છો. 
 
2022માં બની શકે છે કે ફલાઈટથી ઓછુ ભાડુ બુલેટ ટ્રેનમાં લાગે  
 
4. ભારતને શુ ખરેખર આ પ્રોજેક્ટની જરૂર છે ?
- એવુ કહેવાય છે કે આ પ્રોજેક્ટ 160 વર્ષ જૂના ભારતીય રેલમાં રિવૉલ્યૂશન લાગશે. શરૂઆતમાં 20 હજાર લોકોને સીધી નોકરી મળશે. 
- આ પ્રોજેક્ટ દ્વારા જ્યારે ટ્રેન મેક ઈન ઈંડિયા હેઠળ ભારતમાં બનવા લાગશે તો તેનો ફાયદો બાકી રૂટ્સને પણ મળશે.  ત્યા ઓછી કોસ્ટ પર હાઈ સ્પીડ રેલ કૉરિડોર બનાવી શકાશે. 
 
EXPERT VIEW
- અરુણેદ્ર કુમાર - બુલેટ ટ્રેન ભારત માટે રિવોલ્યૂશનરી સાબિત થશે. તેનાથી બે સ્થાન વચ્ચે સરળ અને ઝડપથી પહોંચી જશે.  
 
ઘણો સમય બચશે. ઈમ્પ્લોયમેંટ વધશે. પડકાર ફક્ત એટલો જ છે કે આ ભારતમાં પ્રથમવાર થઈ રહ્યુ છે. પણ સરળતા તેથી કે આ ફીલ્ડનો સૌથી વધુ નિપુણ જાપાન આપણી સાથે છે. 
 
- ડો. જનાર્દન કોનેર-બુલેટ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને અસર તેમની પ્રોડક્ટિવિટીમાં જોવા મળે છે. દેશની વર્કફોર્સને તેનાથી હેપ્પી ફેમિલી લાઈફ મળશે.  તેનાથી ઈકોનોમી પર પણ અસર પડશે. આ વાત જરૂર છે કે જો પેસેજર્સ નહી મળે તો સરકાર લાંબા સમય સુધી સબસીડી આપવી પડશે.  પેસેજર મળે તો ઈનવેસ્ટમેંટ પર પૂરુ રિટર્ન મળશે. 
5. દુનિયામાં જ્યા બુલેટ ટ્રેન શરૂ થઈ ત્યા શુ અસર જોવા મળી ?
- લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડો. ગૈબ્રિયલ અલ્ફેલ્ડટએ પોતાની રિસર્ચમાં જણાવ્યુ કે જે શહેરોમાંથી ટ્રેન પસાર થઈ ત્યા બીજા શહેરો કરતા GDP ગ્રોથ 2.7% વધુ હતી. 
- જાપાનમાં બુલેટ ટ્રેન ચલાવનારી કંપની શિંકાન્સેનની રિસર્ચ બતાવે છે કે જ્યા જ્યા બુલેટ ટ્રેનનુ સ્ટેશન હતુ એ શહેરોની સરકારોનો રેવન્યૂ 155% વધી ગયો. બીજી બાજુ આ ટ્રેનો ટ્રેડિશનલ રેલ કે રોડ ટ્રાંસપોર્ટના મુકાબલે 70% સમય બચાવે છે. 
- બીસીડી કંસલ્ટિંગ ગ્રુપની સ્ટડી બતાવે છે કે બુલેટ ટ્રેનમાં સવાર થવાનો બોર્ડિંગ ટાઈમ ફક્ત આઠથી દસ મિનિટ છે. જ્યારે કે હવાઈ મુસાફરીમાં બોર્ડિંગ ટેક્સી અને ટેક ઓફ ટાઈમમાં એકથી દોઢ કલાકનો સમય જતો રહે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર