રેલમુસાફરો હવે ભવિષ્યમાં એકદમ નવા પ્રકારના ટોયલેટ વાળી વ્યવસ્થાનો લાભ ઉઠાવી શકે છે. જેના હેઠળ મહિલાઓ અને પુરૂષો માટે જુદા જુદા ટૉયલેટ ગરમ પાણી સાથે વેસ્ટર્ન આધુનિક ટોયલેટની સુવિદ્યા મળશે. જેમા મેકઅપ માટે ત્રણ જુદા જુદા અરીસા લાગેલા હશે. કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેન દોડાવવા માટે જાપાન પાસે ‘ઈ5 શિંકાસેન ’ સિરિઝની ટ્રેન ખરીદશે. જે ટ્રેનમાં અદ્યતન સુવિધાઓ સામેલ હશે. આ ટ્રેનમાં વેસ્ટર્ન ટોઈલેટ જોવા મળશે એટલુ જ નહી ટોઈલેટમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત મુસાફરી દરમિયાન નાના બાળકોની યોગ્ય સાચવણી કરી શકાય તેના માટે બેબી ટોઈલેટથી લઈને બેબી ચેન્જિંગરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સીટ પાસે કપડાં રાખવા માટે કબાટ તથા વ્હિલચેર પેસેન્જર્સ માટે બે એકસ્ટ્રા સ્પેસિયસ ટોઈલેટની સુવિધા હશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન પાછળ રૂ.૧ લાખ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ માનવામાં આવી રહ્યાં છે.